દિવંગત CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે થઇ કાર્યવાહી, FIR કરાઇ દાખલ
- દિવંગત જનરલ બિપિન રાવતના મૃત્યુ પર વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી
- મધ્યપ્રદેશની પોલીસે વાંધાજનક ટિપ્પણી કરનારા બે વિરુદ્વ નોંધી FIR
- દેશની અખંડિતતામાં ખલેલ માટે ટિપ્પણી કરાઇ હોવાનું FIRમાં કહેવાયું છે
નવી દિલ્હી: દેશના દિવંગત પ્રથમ CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર બે લોકોએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. મધ્યપ્રદેશના રતલામના આ બે લોકો સામે પોલીસે FIR નોંધી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 504 હેઠળ FIR નોંધવામાં આવી છે. આ બંને યુવકોએ સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી.
FIRમાં એવું કહેવામાં આવ્યું છે કે, મેરા ભારત મહાન નામના એક વોટ્સએપ ગ્રૂપમાં કોઇએ દેશની અખંડિતતા અને શાંતિને ભંગ કરવા માટે સીડીએસ બિપિન રાવત વિરુદ્વ અપમાનજનક ટિપ્પણી કરી હતી. હું તે સંદેશાઓના સ્ક્રીનશોટ મોકલું છું.
અગાઉ પણ જનરલ બિપિન રાવત અને અન્ય લોકો વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાજસ્થાન પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ મનીષ કુમાર અને જીવન લાલા તરીકે થઇ છે.
તે પહેલા, કર્ણાટકમાં પણ એક 40 વર્ષના વ્યક્તિએ પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી જેની બાદમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ મૈસુરનો રહેવાસી છે અને હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે.