ગોલ્ડન ટેમ્પલ બાદ કપૂરથલામાં નિશાન સાહિબના અપમાન બાદ ટોળાએ કાયદો હાથમાં લીધો, આરોપીનું મોત
- ગોલ્ડન ટેમ્પલમાં ગુરુગ્રંથ સાહિબના અપમાન બાદ બીજી ઘટના
- ટોળાએ અપમાન કરનાર વ્યક્તિને ઢોર માર મારતે તેનું મોત
- હવે ગોલ્ડન ટેમ્પલમાં અપમાનનો મામલો વધુ ગરમાયો
નવી દિલ્હી: અમૃતસરના ઐતિહાસિક સુવર્ણ મંદિરના પવિત્ર સ્થળમાં ગુરુગ્રથં સાહિબનું અપમાન કરવા બદલ ટોળાએ યુવકને માર મારતા તેના થયેલા મોત બાદ માત્ર 24 કલાકમાં જ આવી બીજી ઘટના સામે આવી છે જેમાં કપૂરથલામાં નિશાન સાહિબના અપમાનના આરોપીને ટોળાઓ ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેનું મોત થઇ ગયું હતું.
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં શનિવારની ઘટના બાદ રવિવે કપૂરથલાના નિઝામપુરમાં કથિત અપમાનનો મામલો સામે આવ્યો છે. આરોપીને ઢોર માર મરાતા તેનું મોત નિપજ્યું છે.
પોલીસ અને કોઇપણ સંસ્થાએ આ મામલે હસ્તક્ષેપ ના કરવો જોઇએ તેવું કપૂરથલા ગુરુદ્વારા તરફથી કહેવામાં આવ્યું છે. પંજાબ પોલીસ અને રાજ્ય સરકાર અપમાનના મામલા માટે સમાનરૂપથી જવાબદાર છે.
બાબા અમરજીત સિંહે જણાવ્યુ કે સવારે 4 કલાકે એક વ્યક્તિ દરબાર હોલમાં દાખલ થયો. પ્રવેશના સમયે ગુરૂ સાહિબમાં ગુરૂ મહારાજનો પ્રકાશ થયો નહોતો. હોબાળો મચ્યા બાદ વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંગતે તેને પકડી લીધો. પરંતુ પોલીસનું કહેવું હતું કે મામલો સિલિન્ડર ચોરીનો લાગી રહ્યો છે.
સંગત વ્યક્તિને પોલીસને સોંપવાનો વિરોધ કરી રહી હતી. શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટને ઘટનાની સૂચના મળતા જ તે સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં શીખ સંગઠનો પહોંચવા લાગ્યા હતા. અહીંયા મોટી સંખ્યામાં પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે શનિવારે પંજાબના અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબને લઈને અપમાનનો પ્રયાસ કરનાર વ્યક્તિને પણ ટોળાએ માર મારતા તેનું મોત થયું હતું.