એલન મસ્ક 11 અરબ ડોલરનો ટેક્સ ચૂકવીને ઈતિહાસ રચશે
- એલન મસ્ક ભરશે 11 અરબ ડોલરનો ટેક્સ
- રચશે ઈતિહાસ
દિલ્હીઃ એલન મસ્ક નામ વિશ્વભરમાં જાણીતું નામ છે, આ નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી ત્યારે હવે એલન મસ્ક એક બીજો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે,સ્પેસએક્સ અને ટેસ્લા કંપનીના સ્થાપક અબજોપતિ એલન મસ્કે સોમવારે જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે 11 બિલિયન ડોલર એટલે કે 85 હજાર કરડો કરતાં વધુ ટેક્સ ચૂકવશે.
ઉલ્લેખનીય છે કે એલન મસ્કનું નિવેદન યુએસ સેનેટર એલિઝાબેથ વોરેન દ્વારા લાંબા સમયથી ઘનિકોનીતેમની નેટવર્થ પર ટેક્સ લગાવવાની હિમાયત કર્યા બાદ સામે આવ્યું છે.
જો મસ્ક આટલી રકમ ટેક્સ તરીકે ચૂકવે છે તો આ ટેક્સની રકમ યુએસ ટ્રેઝરી સર્વિસને રેકોર્ડ ચુકવણી હશે. હજુ સુધી કોઈ અમેરિકને આટલો ટેક્સ ચૂકવ્યો નથી. મસ્કે આ વર્ષે ડિસેમ્બરમાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં કોઈએ તેના કરતાં વધુ ટેક્સ નથી ભર્યો.અને એલન મસ્ક આ ટેક્સ ભરીને એક ઈતિહાસ રચશે.
ઉલ્લેખનીય છે કે ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદીમાં, મસ્ક એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડીને સોમવાર સુધીમાં $244.2 બિલિયનની સંપત્તિ સાથે પ્રથમ સ્થાન પર આવ્યા છે. 13 ડિસેમ્બરના રોજ, ટાઇમ મેગેઝિને તેને પર્સન ઓફ ધ યર 2021 તરીકે નામ આપ્યું હતું.
tags:
Elon musk