સરકાર દ્વારા રિફાઈન્ડ પામ ઓઈલની આયાત ડ્યૂટી 17.5 થી ઘટાડીને 12.5 ટકા કરવામાં આવી
- સરકાર દ્વારા રિફાઈન્ડ પામ ઓઈલની આયાત ડ્યૂટી ઘટાડાઈ
- 17.5 થી ઘટાડીને 12.5 ટકા કરવામાં આવી
દિલ્હીઃ- દેશમાં ફ્રૂટડ ઓઈલના ભાવ વધવાની સાથે સાથે હવે હવે આજ રોજ સોમવારે રિફાઇન્ડ પામ ઓઇલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી માં મોટા ઘટાડો કર્યો છે ,સરકારે 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી છે આ સાથે જ નવો દર આજથી લાગૂ કરવામાં આવશે
નવી નક્કી કરેલી બેઝિક કસ્ટમ્સ ડ્યુટી માર્ચ 2022 ના અંત સુધી લાગુ કરવામાં આવશેવેપારીઓ ડિસેમ્બર 2022 સુધી લાઇસન્સ વિના રિફાઇન્ડ પામ ઓઇલની આયાત હવેથી કરી શકશે, આ બબાતને લઈને સરકારે સોમવારે જણાવ્યું હતું કે વેપારીઓને ડિસેમ્બર 2022 સુધી લાઇસન્સ વિના રિફાઇન્ડ પામ ઓઇલની આયાત કરવાની છૂટ આપવામાં આવી છે.
આ સાથે જ માર્કેટ રેગ્યુલેટરે ક્રૂડ પામ ઓઇલ અને અન્ય કેટલીક કૃષિ કોમોડિટીના નવા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ શરૂ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. આ નિર્ણયો ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે મોંઘવારીનો દર વધતો જોવા મળી રહ્યો છે. જૂનમાં, સરકારે ખાદ્ય તેલના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને 31 ડિસેમ્બર, 2021 સુધી રિફાઇન્ડ પામ ઓઇલની આયાત પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.