ઓમિક્રોનને લઈને રાજધાની સતર્કઃ- દિલ્હીમાં ક્રિસમસ પાર્ટી અને નવાવર્ષની ઉજવણી પર પર પ્રતિબંઘ
- દિલ્હીમાં ન્યૂઅર પાર્ટી બેન
- ક્રિસમસની ઉજવણી પર નહી થાય
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોનના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે બે દિવસમાં ક્રિસમસ જેવો તહેવાર આવી રહ્યો છે આ સાથે જ 31 ડિસેમ્બરની ઉજવણી પણ આવી રહી છે આવા સમયે લોકોના મેળાવડા કે ભીડ જામે તો કોરોનાના લસંક્રમણ વધવાનો ભય વધુ રહે છે ત્યારે આવી સ્થિતિને લઈને દેશની રાધાની દિલ્હીમાં અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
ત્યારે હવે કોરોનાના નવા વેરિઅન્ટની અસર દિલ્હીમાં દેખાવા લાગી છે, ત્યારબાદ રાજધાનીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી નહીં થાય. આ સંદર્ભમાં ડીડીએમએ આઅજ રોજ બુધવારે આદેશ જારી કર્યો છે.
ડીડીએમએ જિલ્લા મેજિસ્ટ્રેટને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે ક્રિસમસ, નવા વર્ષની ઉજવણી માટે દિલ્હીમાં કોઈ મેળાવડો ન થાય. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટને દિલ્હીના એવા વિસ્તારોને ઓળખવા માટે નિર્દેશ આપ્યો છે જ્યાં કોવિડ -19 ઝડપથી ફેલાવાની સંભાવના ઓ સેવાઈ છે. આ ઉપરાંત, દુકાનો અને કાર્યસ્થળો પર માસ્ક વગર નો એન્ટ્રીનું ચુસ્તપણે પાલન ન થાય તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. રોજના સરેરાશ 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા થે ત્યારે વિતેલા દિવસે 102 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે.આ સાથે જ કોરોના સંક્રમણ દર 0.2 ટકા નોઁધાયો છે.ત્યારે હવે ન્યૂયર પાર્ટી અને ક્રિસમસ પાર્ટીની ઉજવણી પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.