પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ મુદ્દે પૂર્વ ક્રિકેટર દાનિશએ પીએમ ઈમરાન ખાનને કરી વિનંતી
દિલ્હીઃ પાકિસ્તાનમાં લઘુમતિ કોમ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરીને લધુમતીઓમાં ભયનો માહોલ ઉભ કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ આ અંગેનો વીડિયો શેયર કર્યો છે. ટેસ્ટ ક્રિકેટર રહી ચુકેલા કનેરિયાએ વડાપ્રધાન ઈમરાન ખાનને ધાર્મિક આઝાદીને બચાવવા અપીલ કરી છે.
દાનિશ કનેરિયા એવા ગણતરીના હિન્દુ ક્રિકેટરો પૈકીનો એક છે. જેમણે પાકિસ્તાન માટે રમવાનો ચાન્સ મળ્યો છે. પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચ રમી ચુકેલા દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો એક મંદિરનો છે. જેમાં મંદિરની અંદર તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં કટ્ટરપંથીઓ મૂર્તિને ખંડિત કરી હતી. 41 વર્ષિય દાનિક કનેરિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, કરાચીની મધ્યમમાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે સમાધાન કરી ના શકાય, આમા પાકિસ્તાનની બદનામી થઈ રહી છે. હું વડાપ્રધાન ઈમરાન ખાનને કાર્યવાહી કરવા માટે અનુરોધ કરું છું.
દાનિશ કનેરિયાએ પાકિસ્તાન માટે 79 ઈન્ટરનેશનલ મેચ રમ્યાં છે. જેમાં 61 ટેસ્ટ અને 18 વન-ડે મેચનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યા બાદ કનેરિયા આ પહેલા પોતાના સાથી ક્રિકેટરો પર ભેદભાવનો આરોપ લગાવી ચુક્યાં છે. કનેરિયાએ કેટલાક વર્ષો પહેલા દાવો કર્યો હતો કે, તેમના અનેક સાથી ક્રિકેટર ધર્મના આધાર પર તેમની સામે ભેદભાવ કરતા હતા. કનેરિયા સામે મેચ ફિક્સિંગનો પણ આરોપ લાગ્યો હતો. જેથી આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કનેરિયાએ નિર્ણયની સામે સિંધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
(PHOTO-FILE)