અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે અને શુક્રવારે 24 ડિસેમ્બરના રોજ રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે. મોદી આવતીકાલે વડોદરામાં 14.9 કરોડના ખર્ચે તૈયાર થનારા દુના જંક્શન અંડરપાસ અને ફ્લાય ઓવર બ્રિજ માટે ખાતમુહૂર્ત કરશે. જ્યારે સુરત ખાતે 26.76 કરોડના ખર્ચે ઉભેંળ જંક્શન ફ્લાયઓવર, એપ્રોચ રોડ તેમજ ડ્રેનેજની વરસાદી ગટરની પાઈપ લાઈનની કામગીરીનું ખાતમુહૂર્ત કરાશે.
નવસારી જિલ્લાના ચિખલી ખાતે 7.7 કરોડના ખર્ચે ખુડવેલમાં બે માર્ગોનું લોકાર્પણ તેમજ સ્લેબ ડ્રેઇનનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના વધઇ તાલુકામાં અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે માછળી બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ અંદાજે બે કરોડના ખર્ચે ધવલી દોડ રસ્તાનું લોકાર્પણ કરાશે. મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા 24 ડિસેમ્બરના રોજ ઓલપાડ-ડભારીરસ્તાનું ખાતમુહૂર્ત કરશે, વાઝ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત, સચિન ખાતે રેસ્ટ હાઉસનું લોકાર્પણ, બારડોલી તાલુકાના અલ્લુ ખાતે ચાર રસ્તાનુંખાતમુહૂર્ત જ્યારે માંડવી ઝાબ પાટિયા રસ્તાનું ખાતમુહૂર્ત એમ બે દિવસમાં કુલ 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.
(PHOTO-FILE)