જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ એ સામાન્ય નાગરિકો પર કર્યું ફાયરિંગ- એક નાગરિકનું મોત
- જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગની ઘટના
- આતંકવાદીએ કરેલા ફાયરિંગમાં એક નાગરિકનું મોત
શ્રીનગર . જમ્મુ-કાશ્મીર કે જ્યા અવાર નવાર આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદાને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોય છે,ત્યારે વિતેલા દિવસે પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમંા આતંકવાદીઓે ગોળી બાર કર્યો હતો અને એક નાગરિક ઘટનાનો ભોગ બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ઈદગાહ વિસ્તારમાં આમ નાગરિકોને નિશાન બનાવ્યા હતા,જેમાં ગોળબાર કરવામાં આવતા એક નાગરિકનું મોત નિપજ્યું છે.
આ સમગ્ર બાબતને લઈને કાશ્મીર પોલીસે આપેલી માહિતી દ્વારા અને સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહના મેરજાનપોરા વિસ્તારમાં આ ઘટનામાં એક નાગરિકકે જેનું નામ રૌફ અહમદ જણાવવામાં આવી રહ્યિં છે જેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.જો કે તેને વધુ ઈજા થતા સારવાર માટે હોસેપિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે સાના સાથે અથડામણ અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ ઘણી વખત સામે આવતી હોય છે આતંકીઓની નજર હંમેશા શાંતિ ભગ કરવા પર રહેતી હોય છે જો કે સેનાના જવાનો ખડે પગે રહીને આંતકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવતા હોય છે.