24 કલાકમાં 2 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કરીને ભારતે રચ્યો ઈતિહાસ – જાણો પ્રલય બેલિસ્ટિક મિસાઈલની ખાસિયતો
- ભારતે પ્રલય મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ
- છેલ્લા 24 કલાકમાં 2 પરિક્ષણ સફળ રીતે પાર પડ્યા
- આમ કરીને ભારતે ઈતિહાસ રચ્યો
દિલ્હીઃ- દેશ સંરક્ષણ મામલે એક પછી એક સફળતા સર કરી રહ્યો છે ત્યારે ફરી એક વખત પ્રલય મિસાઈલનું ભારતે ગુરુવારે 24 કલાકની અંદર સતત બીજી સેમી-બેલિસ્ટિક મિસાઈલ નું સફળ પરીક્ષણ કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. આ સાથે, ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત, 24 કલાકની અંદર બે બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.તે પણ દેશ માટો ગૌરવની વાત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મિસાઈલ સપાટીથી સપાટી પર વાર કરવાની અને 150 થી 500 કિમી સુધીના લક્ષ્યોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ અર્ધ-બેલિસ્ટિક મિસાઇલ પ્રલયનું આજે સવારે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત ઘન ઈંધણ, લડાયક મિસાઈલ ભારતીય બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ ‘પૃથ્વી રક્ષા વાહન ‘ પર આધારિત છે. સપાટીથી સરફેસ મિસાઈલની પેલોડ ક્ષમતા 500 થી એક હજાર કિલોગ્રામની છે.
પ્રલય ઠોસ પ્રોપેલન્ટ રોકેટ મોટર અને અન્ય નવી ટેકનોલોજીથી સજ્જ છે. મિસાઈલ ગાઈડન્સ સિસ્ટમ અત્યાધુનિક નેવિગેશનલ અને ઈલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ છે.
આ સફળ પરીક્ષણ બદલ અભિનંદન આપતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રથમ પરીક્ષણ માટે DRDO અને તેની સાથે જોડાયેલી ટીમને અભિનંદન. “હું તમને આધુનિક સપાટીથી સપાટી પર બેલેસ્ટિક મિસાઈલના સફળ પ્રક્ષેપણ માટે અભિનંદન આપું છું,