1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયું
અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયું

અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયું

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં સવારે ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દરમિયાન શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું છે. અમદાવાદના નવરંગપુરા, પીરાણા અને બોપલ સહિતના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 300થી વધારે છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં ફરી એકવાર હવાનું પ્રદુષણ વધ્યું છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 ઉપર પહોંચી ગયો છે. જેથી અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. શહેરના નવરંગપુરા, પીરાણા, બોપલ, એરપોર્ટ ખાતે AQI 300 ને પાર છે, જે હવામાં પ્રદૂષણનું પ્રમાણ અત્યંત ખરાબ સ્થિતિમાં દર્શાવે છે. નવરંગપુરનું AQI 350, પીરાણાનું AQI 313, બોપલનું AQI 302, એરપોર્ટનું AQI 300 એ પહોંચ્યું છે.

જ્યારે રાયખડનું AQI 256, સેટેલાઈટનું AQI 239, ચાંદખેડાનું AQI 228, લેખવાડાનું AQI 218 પર પહોંચ્યું છે. 200 પર AQI હોવું એ હવામાં પ્રદૂષણનું ખરાબ સ્થિતિ માનવામાં આવે છે. ગિફ્ટ સીટીનું AQI 159 અને રખિયાલનું AQI માત્ર 64 પર છે. આ બંને વિસ્તારમાં હવાનું પ્રદુષણ ઓછું છે. શહેરમાં ઠંડી વધતા હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code