1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે
પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે

પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે, હવે ઇથેનોલ સંચાલિત ગાડીઓની હશે ભરમાર, પ્રતિ લીટર 40 રૂપિયાની બચત થશે

0
Social Share
  • પેટ્રોલ અને ડીઝલને બદલે હવે ફ્લેક્સ ફ્યુઅલ સંચાલિત વાહનોની થશે ભરમાર
  • ઇથેનોલ વડે વાહનો થશે સંચાલિત
  • તે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ પડશે

નવી દિલ્હી: આજે બાઇક કે કાર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલની આવશ્યકતા રહે છે પરંતુ ટૂંક સમયમાં હવે આ જરૂરિયાત પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે અને વાયુ પ્રદૂષણને નાથવા માટે સરકાર ઇથેનોલ વડે સંચાલિત વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે ઇથેનોલ વડે ચાલતી ગાડીઓની ભરમાર થઇ જશે. તે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ પડશે અને પ્રદૂષણ પણ ઘટશે.

સરકારે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન આધારિત ગાડીઓને લઇને એડવાઇઝરી જારી કરી છે તેવું કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે. તેમાં વાહન કંપનીઓને 6 મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ લોંચ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનની ખાસિયત એ છે કે તે કોઇપણ પ્રકારના ઇંધણ વડે સંચાલિત થઇ શકે છે. તેનાથી 100 ટકા ઇથેનોલ વડે ગાડીઓ સંચાલિત કરવાનું પણ શક્ય બનશે. આ ફેરફારથી પર્યાવરણની સાથે લોકોના ખીસ્સાં પરનું ભારણ પણ હળવું થવાની આશા છે.

દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ 100ને પાર છે જ્યારે હાલ ઈથેનોલની કિંમત માત્ર 63.45 રૂપિયા પ્રતિ લીટર છે. આમ આ પારંપરિક ઈંધણ પેટ્રોલ-ડીઝલ કરતાં પ્રતિ લીટર આશરે 40 રૂપિયા સસ્તું છે. તે પેટ્રોલની સરખામણીએ 50 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે

નોંધનીય છે કે, ટોયોટા, મારૂતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ લાવવા માટે પહેલેથી જ સહમતી આપી ચુકી છે. સરકારની તાજેતરની એડવાઈઝરી બાદ હવે તમામ કંપનીઓએ આ દિશામાં વધવું પડશે. આ કારણે આગામી 6 મહિનામાં અનેક એવી ગાડીઓ લોન્ચ થઈ શકે છે જે પેટ્રોલની સાથે સાથે ઈથેનોલ વડે પણ ચાલી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code