જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ
- આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- શોપિયાના ચૌગામ વિસ્તારમાં અથડામણ શરૂ
- ગઈકાલે પણ માર્યો ગયો હતો એક આતંકી
શ્રીનગર:જમ્મુ-કાશ્મીર જિલ્લામાં હજુ ગઈકાલે જ અનંતનાગમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી હતી.આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ જવાબી કાર્યવાહીમાં આતંકવાદી માર્યો ગયો હતો.ત્યારે આજે ફરી જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ છે
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અહેવાલ અનુસાર જવાનો મોરચા પર છે. શોપિયાના ચૌગામ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
થોડા દિવસો પહેલા અનંતનાગના બિજબિહાડા વિસ્તારમાં એક નાકા પાર્ટી પર ફાયરિંગ થયું હતું. જેમાં બિજબિહાડા પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઈ મોહમ્મદ અશરફ ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એક અધિકારીએ જણાવ્યું હતું કે,ASIને શ્રીનગર રિફર કરવામાં આવ્યા હતા કારણ કે તેમની હાલત ગંભીર હતી પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.
અગાઉ, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, સાત પિસ્તોલ રાઉન્ડ, એક ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી.