કિચન ટિપ્સઃ ઠંડીમાં વાસણ ધોવાનો કંટાળો આવે છે, તો વાંસણ માંજતા પહેલા અપનાવો આ ટિપ્સ
- વાસણમાં ગરમ પાણી નાખીને 10 મિનિચ રહેવાદો પછી વાલસણ માંજો
- વાસણ જેમ જેમ ભેગા કરો તેમ તેમાં પાણી નાખી દો
- વાસણ સુકાઈ જશે તો માંજતા વાર લાગશે
હાલ શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડીમાં ઠંડા પાણીમાં હાથ લપાળવાનું પણ મન ન થાય.ત્યારે ગૃહિણીઓએ વાસણ ઘોવા હોય તો જાણે હિમમ્ત એકઠી કરવી રહી, ત્યારે આવી સ્થિતિમાં તમે ગરમ પાણીનો ઉપયોગ કરીને વાસણ સાફ કરી શકો છો, આ સાથે જ કેચલીક નાની નાવી ટિપ્સ જોઈશું કે જેનાથી વાસમ ઘોવાનું કામ સરળ બની જાય છે.
વાસણ ઘસતા પહેલા આટલી બાબતનું રાખો ધ્યાન-કામ બનશે આસાન
- જ્યારે પણ જમી રહો ત્યારે વાસણમાંથી એઠવાળો કાઢવાની આદત રાખો.
- વાસણને ભેગા કરવા હોય તો પહેલા દરેક ડિશમાંથી એઠવાળો કાઢીને તેમાં પાણી નાખી દેવું, જેથી વાસણ સુકાય નહી અને ઘસતા વખતે સરળતાથી ઘસાઈ જાય ,વધુ મહેનત નહી થાય.
- દરેક નાના મોટા વાસણને સાદા પાણી વડે એઠવાળો કાઢીવે દરેક વાસણને પુરતા પાણીમાં પલાળી દો જેનાથી એક પણ વાસણમાં એઠ ચોટેલી રહેશે નહી.
- દરેક વાસણમાં ગરમ પાણી વાસણ માંજતા પહેલા નાખીને રહેવાદો જેથી વાસણની ચીકાશ પણ દૂર થઈ જશે
- વાસણ માંજતા વખતે જો લિક્વિડનો ઉપયોગ નથી કરતા તો સાબુનું પાણી કરીને વાસણ ઘસવા, સાબુને ડાયરેકટ કૂચામાં લઈને વાસણ ઘસવાથી વાસણ પર સફેદ સાબુના ડાધ પડવાની શક્યતાઓ રહે છે.
- વાસણ ઘોયા બાદ તેને ઊંધા
- રાખવા જેથી કરીને વાસણમાંથી બઘુ જ પાણી બરાબર નિતરી જાય અને વાસણ કોરા થી જાય ,નુછવાની પણ જરુર નહી રહે.
- વાસણને ઘસતા વખતે હંમેશા બે પાણીનો ઉપયોગ કરવો. એક ડબના પાણીમાં વાસણ ઘોઈને ત્યાર બાદ બીજા ચોખ્ખા પાણી વડે વાસણ ધોવા ,ઘોવાઈ ગયા બાદ તેને કાણા વાળા ટોપલા, સ્ટેન્ડ કે કોઈ વાસણમાં રાખવા જેથી પાણી ન રહે.
- જો કોઈ વાસણ વધુ તેલ વાળા, ઘી વાળા કે મલાી વાળા અથવા તો કોઈ પણ ચીકાશ પ્રદાર્થ વાળા હોય તો વાસણને ઘસતા પહેલા તેમાં ગરમ પાણી બરાબર નાખીને 5 મિનિટ રહેવાદો ત્યાર બાદ તે વાસણ સાફ કરો આમ કરવાથી વાસણની ચીકાશ દૂર થઈ જશે.
- વાસણ જો તમે કિચનના વોશ બેઈઝિંગમાં જ ઘસતા હોવ તો તમારે એક મોટી ચારણી રાખવી જોઈએ, જેમાં જીણો મોટો એઠવાળો ગાળી શકો જેનાથી તમારા વોશબેઈઝિંગનો પાઈપ ચોકઅપ ન થાય અને પાણી સરળતાથી નીકળી જશે.
- ખાસ કરીને ચા બનાવેલી અને દૂધ ગરમ કરેલી તપેલી કે વાસણને ફૂલ પાણી વડે ભરીને રાખવી જેથી માંજવામાં મહેનત નહી થાય.
- વાસણનો એઠવાળો જમતા વખતે જ કાઢીને તેને જમ્યા બાદના તમામ વાસણોને મોટા ટબમાં ભેગા કરવાનું રાખો ત્યાર બાદ તેને એક સાથે માંજશો તો વાંધો નહી આવે, જો છૂટ્ટા છૂટ્ટા વાસણ ભેગા કરશો તો વધારે એઠ ફેલાશે.
tags:
kithen tips