અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળો જામ્યો છે અને કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના કારણે 28મીએ રાજ્યમાં અનેક જગ્યાઓએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 27મી ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે.
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે કે પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદ પડવાની શખયતા છે. 28મી ડિસેમ્બરે સામાન્ય વરસાદના કારણે ઠંડી વધે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કમોસમી વરસાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. નોર્થ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આવનારા 5 દિવસ બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે. હાલમાં તાપમાન વધી શકે તેવી શક્યતા છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં છે.