દિલ્હીઃ ગુજરાતના કચ્છમાં સ્થિત ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરૂ નાનક દેવજીના ગુરૂપર્વ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગ્રે વીડિયો કોન્ફરસિંગ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કરતારપુર કોરિડોરના વર્ષો જૂના ઈંતજાર અમે ખતમ કર્યો. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સમ્માનની સાથે ગુરૂગ્રંથ સાહિબના સ્વરૂપ ભારત લાવવામાં સફળ રહ્યાં છીએ. અમેરિકાએ કેટલાક મહિનાઓ પહેલા ભારતને 150થી વધારે ઐતિહાસિક અનામત પરત કરી છે. જેમાં એક નાની તલવારનો સમાવેશ થાય છે. જેની ઉપર ફારસીમાં ગુરૂ ગોવિંદસિંહજીનું નામ લખવામાં આવ્યું છે. આ વસ્તુઓને પરત લાવવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણા શિખ ગુરૂઓએ ભારતીય સમાજનો મનોબળ વધાર્યો છે. ગુરૂ નાનકદેવજી અને આપણા ગુરૂઓએ ભારતની ચેતનાની સાથે ભરતને પણ સુરક્ષિત રાખ્યો છે. જ્યારે દેશ જાત-પાતના નામ ઉપર કમજોર પડી રહ્યો હતો ત્યારે ગુરુનાનક દેવજીએ કહ્યું હતું કે, તમામમાં ભગવાનનો પ્રકાશ જોવો. તેની જાતિથી તેની ઓળખ નથી થતી. જ્યારે વિદેશી આક્રમણખોરોએ તલવારની તાકાદ ઉપર ભારતની સત્તા અને સંપદાને પચાવી રહ્યાં હતા. ત્યારે ગુરૂનાનકજીએ કહ્યું કે, પાપ અને અત્યાચારની તલવાર લઈને બાબર કાબુલથી આવ્યો છે અને તે બળજબરીથી અને અત્યાચારથી ભારતની સત્તાનું કન્યાદાન માંગી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ઔરંગજેબની વિરુધ્ધમાં ગુરૂ તેજ બહાદુરજીનું પરાક્રમ અને તેમનું બલિદાન આપણને શિખવાડે છે કે, આતંક અને ધાર્મિક કટ્ટરતા સામે દેશ કેવી રીતે લડે છે. આવી જ રીતે દશમ ગુરૂ ગોવિંદસિંહજીનું જીવન પણ પગ-પગ પર તપ અને બલિદાનનું એક જીવતુ જાગતુ ઉદાહરણ છે. જે રીતે ગુરૂ તેજબહાદુરસિંહજી માનવતા પ્રત્યે અડગ રહ્યાં હતા. તેઓ આપણને ભારતની આત્માના દર્શન કરાવે છે. અંગ્રેજોના શાસન વખતે પણ શિખ ભાઈ-બહેનોએ વિરતાની સાથે દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કે આજે પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મ જ્યંતિ છે અને તેમને કચ્છ પ્રત્યે વિશેષ સ્નેહ હતો. ભૂકંપ બાદ અહીં થયેલા વિકાસ કાર્યો માટે અટલજી અને તેમની સરકારએ મહત્વની ભૂમિકા ભજવી હતી.