નવા વર્ષે શરણાર્થીઓને મળી શકે છે મોટી ભેટ, મોદી સરકાર CAA કરી શકે છે લાગુ
નવી દિલ્હી: નવા વર્ષે મોદી સરકાર એક માસ્ટરપ્લાન બનાવી રહી છે. નવા વર્ષે સરકાર શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. ભારતમાં CAA લાગુ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે.
નવા વર્ષમાં કેન્દ્ર સરકાર પાડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતાની ભેટ આપી શકે છે.
આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) સંસદ દ્વારા 2020માં પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ સુધી અમલમાં આવ્યો નથી. દેશમાં ઘણા શરણાર્થીઓ વર્ષોથી ભારતીય નાગરિકતા માટે પ્રતિક્ષા કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો હતો, પરંતુ હજુ સુધી તેના નિયમો આવી શક્યા નહોતા. CAA ડિસેમ્બર 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું અને 10 જાન્યુઆરી 2020 ના રોજ નોટિફિકેશન અમલમાં આવ્યું હતું, એટલે કે તે દિવસથી કાયદો અમલમાં આવ્યો હતો, પરંતુ તેના નિયમો બે વર્ષમાં બની શક્યા ન હતા.
કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2020, ફેબ્રુઆરી 2021 અને મે 2021માં તેના નિયમો જાહેર કરવા માટે ત્રણ વખત સમય માંગ્યો છે. હવે એવું માનવામાં આવે છે કે નવા વર્ષમાં તેના નિયમો આવશે અને તે રિલીઝ થશે.
નોંધનયી છે કે, નાગરિકતા સુધારો અધિનિયમ 2019 લઘુમતીઓ (બિન-મુસ્લિમો) ને ભારતીય નાગરિકત્વ આપવાનો માર્ગ ખોલે છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતીઓને ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે.