જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ
- ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર
- પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો
- હુમલામાં બે પોલીસકર્મી થયા ઘાયલ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર તેમનું નાપાક ષડયંત્રને અંજામ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ CRPF જવાનોને આ જઘન્ય ષડયંત્રનું નિશાન બનાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
જો કે, સદનસીબે આ હુમલામાં સુરક્ષા દળોને કોઈ ગંભીર ઈજા થઈ નથી.સૂત્રોએ જણાવ્યા મુજબ,CRPF અને પોલીસની સંયુક્ત ટીમ પુલવામામાં પોલીસ ચોકી પાસે તૈનાત હતી. આ દરમિયાન ઘુસેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં કડકાઈ વધારી દીધી છે.
જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી એક IED નિષ્ણાત હતો. આ માહિતી પોલીસે આપી હતી.શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અંસાર ગઝવત-ઉલ-હિંદના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય અનંતનાગના શ્રીગુફવારા વિસ્તારના કલાનમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.