- બ્રિટનમાં સખ્ત પાબંધિઓ
- સ્કોટલેન્ડ,આયરલેન્ડમાં આજથી
સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાના વધતા કેસો વચ્ચે આજથી વેલ્સ,ઉત્તરી આયરલેન્ડમાં સખ્ત પ્રતિબંધો લાગૂ કરી દેવાયા છે જેને લઈને કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય,.આ સાથે જ આવતીકાલે સોમવારે, વડા પ્રધાન બોરિસ જોનસન અને તેમની કેબિનેટ કોરોના સંક્રમણના નવીનતમ આંકડાઓની સમીક્ષા કરી શકે છે.આ બાબતે નિષ્ણાતોના અભિપ્રાય લીધા બાદ સરકાર ઈંગ્લેન્ડમાં વધુ નિયંત્રણો લાદવાનો નિર્ણય લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પ્લાન B હેઠળ ઈંગ્લેન્ડમાં હાલમાં પ્રતિબંધો લાગુ છે. જેમાં, ઘરેથી કામ કરવા, મોટી ઇવેન્ટના સ્થળે જવા માટે ફેસ માસ્ક અને કોવિડ રસીકરણ પ્રમાણપત્રની આવશ્યકતા જેવા નિયમો પહેલાથી જ લાદવામાં આવ્યા છે.
આ સાથે જ, વેલ્સમાં નાઈટક્લબ રવિવારથી બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ છ લોકોને પબ, રેસ્ટોરન્ટ અને સિનેમાઘરોમાં એકસાથે બેસવાની મંજૂરી આપવામાં આવશે. ઇન્ડોર ઇવેન્ટ્સમાં 30 લોકો ભાગ લઈ શકે છે, જ્યારે આઉટડોર ઇવેન્ટ્સમાં 50 લોકો હાજરી આપી શકે છે.
બીજી તરફ, સ્કોટલેન્ડમાં પણ મોટા કાર્યક્રમોમાં એક મીટરનું સામાજિક અંતરનું પાલલન અનિવાર્ય કરવામાં આવ્યું છે,બ. ઇન્ડોર ઇવેન્ટ્સમાં, જ્યાં લોકો ઉભા રહેશે, 100 થી વધુ લોકો નહીં અને જ્યાં બેઠક વ્યવસ્થા છે, ત્યાં 200 થી વધુ લોકો ભાગ લઈ શકશે નહીં. તેવી જ રીતે, આઉટડોર ઇવેન્ટ્સમાં 500 થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ સોમવારથી નાઈટ ક્લબ ત્રણ અઠવાડિયા માટે બંધ રહેશે.
તો બીજીતરફ ઉત્તરી આયર્લેન્ડમાં નાઈટક્લબો પણ બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડોર ઈવેન્ટ્સમાં સ્ટેન્ડિંગની મંજૂરી આપવામાં આવશે નહીં, જ્યારે ડાન્સ પર પ્રતિબંધ રહેશે.
બ્રિટનમાં ક્રિસમસ અને બોક્સિંગ ડેના વીકએન્ડને કારણે હજુ સુધી કોરોના દર્દીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, શુક્રવારે નવા દર્દીઓની સંખ્યા 1 લાખ 22 હજાર 186ની નવી ટોચે પહોંચી હતી. ત્યારે હવે કોરોનાને કાબૂમાં રાખવા માટે બ્રિટનને ઘણા પ્રતિબંધ લગાવી દીધા છે