ઉત્તર ભારતમાં ઠંડી અને હિમવર્ષાનો પ્રકોપઃ પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાતા રેસ્ક્યૂ કરવાની ફરજ પડી
- ઉત્તરભારમાં ઠંડી અને હિમવર્ષાથી પ્રવાસીઓ ફસાયા
- રેસ્ક્યૂ કરવાનો આવ્યો વખત
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઠંડીનો માહોવ બરાબર જામ્યો છે ત્યારે ઉત્તર ભારતની જો વાત કરવામાં આવે તો અંહી બરફ વર્ષોનો પ્રકોપ ચાલૂ છે આ સાથે જ ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજૂ જેને લઈને ક્રિસમસ જેવા તહેવારોમાં પ્રવાસીઓ ,ત્યારે બીજી ક્રિસમસ જેવો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉત્તરભારકના પ્રવાસે છે જેને લઈને તેઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
આ સાથે જ સિક્કીમ રાજ્યની જો વાત કરવામાં આવે તો અહીં ભારે હિમવર્ષાને કારણે અનેક પ્રાવાસીઓ ફસાયા હોવાના સમાચાર મળ્યા છે. જેને પગલે તેમને રેસ્ક્યૂ કરવા માટે સૈન્યની મદદ લેવાની ફરજ પડી છે. બીજી તરફ હાઇવે અને અન્ય રોડ ભારે હિમવર્ષાને કારણે ચક્કાજામ થયેલો જોવા મળ્યા છે જેને લઈને વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે.
રસ્તાઓ પરથી હાલ મશીનો મારફત બરફ હટાવાની કામગીરી શરુ કરવામાં આવી ચૂકી છે, આ સાથે જ જ્યારે વચ્ચે ફસાયેલા હજારો લોકો માટે સૈન્ય દ્વારા રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે હિમવર્ષામાં ફસાયેલા મોટા ભાગના લોકો બંગાળ તેમજ અન્ય રાજ્યોના પણ છે.જેઓ રજાઓ ગાળવા અહી આવ્યા હતા.
આ સાથે જ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ આજ સ્થિતિમાં થી પસાર થી રહ્યું છે હિનવર્ષાના પ્રકોપથીજનજીવન પર અસર પડેલી જોઈ શકાય છે. જેને લઈને દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદ પણ ખાબક્યો છે.સિક્કીમના ચાંગુ લેક પર હાલ મોટા પ્રમાણમાં બરફ પડી રહ્યો છે. જેથી અહીં ઠંડીની પ્રમાણ વધ્યું છે. તંત્રના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂ ઓપરેશન આજ સાંજ સુધી ચાલુ રહી શકે છે
બીજી તરફ જો વાત કરીએ શ્રીનગરવની તો અહીં લઘુતમ તાપમાન માઇનસ 1.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે કોકેરનાગમાં પણ તાપમાન માઇનસ 0.3 ડિગ્રી નોંધાયું છે. કુપવાડામાં પણ ભારે ઠંડીને કારણે લઘુતમ તાપમાન માઇનસ 1.5 ડિગ્રી નોંધાયું હતું .વધતા હિમવર્ષાના પ્રકોપને કારણે અટલ ટનલને રોહતાંગમાં ભારે હિમવર્ષાને કારણે બંધ કરી દેવી પડી હતી.
આ સહીત ચંબામાં હિમપ્રપાત થતા પર્યટકો અને અન્ય મુસાફરોને સાવચેત રહેવાની સલાહ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી છે કે શિમલામાં હજુ પણ બેથી ત્રણ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે.ત્યારે હવે પ્રવાસીઓને અહી ન આવવાની સુચનાઓ પમ આપવામાં આવી રહી છે