હવે ક્રિસમસને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અનેક લોકો રજાઓ પર હિલસ્ટેશનોમાં ફરવા દજવાનું વિચારી રહ્યા છે આવી સ્થિતિમાં રાજસ્થાન પાસે આવેલા કેટલાક સ્થળો એવા છે જે તમને ગમશે અને અહીની સુંદરતામાં તમારી ફરવાની મજા પણ બનશે બમણ ીતો ચાલો જાણીએ અહી આવેલા કેટલાક હિલ સ્ટેશનો વિશે
રાજસ્થાનમાં માઉન્ટ આબુ લોકપ્રિય હિલ સ્ટેશન છે. અરવલ્લી પર્વતમાળામાં આવેલું રાજસ્થાનનું શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે. તે માઉન્ટ આબુથી લગભગ 11 કિમીના અંતરે આવેલું છે. ચારે બાજુ હરિયાળી અને ખીણ તમને અંદરથી મોહિત કરી શકે છે. માઉન્ટ આબુ હિલ સ્ટેશનમાં મંદિરો મુખ્ય આકર્ષણ છે.ખુશનુમા વાતાવરણને કારણે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે.આસપાસની અરાવલીની ટેકરીઓ તેમની પ્રાકૃતિક સુંદરતા અને અદ્ભુત નજારો માટે પ્રખ્યાત છે.વિકેન્ડમાં અહી ભારે ભીડ હોય છે ક્રિસમસની રજાઓમાં લોકો અહી આવવાનું વઘુ પસંદ કરે છે.
આ સાથે જ ચિત્તોરગઢ પણ આ સ્થળો માંથી એક છે. તમારે રાજપૂતાની શૈલી જોવાની ઇચ્છા હોય તો, તો ખાતરી માટે ચિત્તોરગઢની મુલાકાત લઈ શકો, અહીં તમે ચિત્તોડનો કિલ્લો, રાણા કુંભનો મહેલ અને વિજય સ્તંભ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ જોઈ શકો છો.
ઉદયપુર પર સુંદર જગ્યા છે જ્યા ખાસ સજ્જનગઢ પ્લેસ તમારી સાંજને સુંદર બનાવી દેશે. સજ્જનગઢ પેલેસ માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેની સુંદરતા માટે જાણીતો છે. અહીં ઘણા તળાવો છે જ્યાં તમે બોટિંગનો આનંદ માણી શકો છો. આ મહેલ સજ્જન સિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે બાદમાં મહારાણા ફતેહ સિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો. તમે આ મહેલમાંથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો આનંદ માણી શકાય છે.