1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આડેધડ થતાં પાર્કિંગને રોકવા 16 ક્રેઈન ભાડેથી લેવાનો નિર્ણય
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આડેધડ થતાં પાર્કિંગને રોકવા 16 ક્રેઈન ભાડેથી લેવાનો નિર્ણય

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આડેધડ થતાં પાર્કિંગને રોકવા 16 ક્રેઈન ભાડેથી લેવાનો નિર્ણય

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા વાઈબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સમિટવે સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમિટમાં અનેક દેશના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનતા હોય છે. પરિણામે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે. તે ઉપરાંત શહેરમાં પણ ચહલપહલ વધારે હોય છે. ત્યારે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનારા વાહન માલિકો સામે કાર્યવાહી કરવા તેમજ તેમના વાહનો ટોઇંગ કરવા માટે  16 ક્રેઇન ભાડેથી લેવામાં આવશે.  હાલમાં ગાંધીનગર ટ્રાફિક પાસે 3 ટોઇંગવાન કાર્યરત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં આગામી 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેવા સમયે ગાંધીનગર અને અમદાવાદ શહેરમા ટ્રાફિક શાખા માટે ટુ વ્હીલર વાહનો માટે 6 ક્રેઇન, ફોર વ્હીલર વાહન માટે 8 હાઇડ્રોલીક ક્રેઇન અને મોટા બસ જેવા વાહનો ટોઇંગ કરી શકે તેવી 2 ક્રેઇન ભાડે રાખવામા આવશે. જ્યારે તમામ ભાડાની ક્રેઇન 5 જાન્યુઆરી સુધીમા લાવી દેવાશે. ગાંધીનગરમાં આડેધડ પાર્કિંગ કરવામાં આવતા વાહન ચાલકો સામે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન તો બક્ષવામા નહિ જ આવે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન શહેરના આંતરિક રસ્તાઓ અને ઘર આગળ પણ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે, પરિણામે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ સમિટમાં રોડ રસ્તાઓ ખુલ્લા રહે તે માટે ટોઇંગવાન દોડતી જોવા મળશે.વાહન ટોઇંગ કરવામા આવે તે માટે 16 ક્રેઇન ભાડેથી ખરીદાશે. જ્યારે હાલમાં ગાંધીનગર ટ્રાફિક પાસે 3 ટોઇંગવાન કાર્યરત છે. સામાન્ય રીતે સરકારી કામના ટેન્ડર લેવા માટે પડાપડી થતી હોય છે. ઇન્ડેક્ષ બી કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડવામા આવ્યુ હતુ. જેમા 3 દિવસનો સમય આપવામા આવ્યો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટમાં ક્રેઇન ભાડે આપવા માટે જાહેર કરેલી ટેન્ડર પ્રક્રિયામા માત્ર બે એજન્સીએ જ રસ દાખવ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સમિટિને લઈને દેશ-વિદેશના મહેમાનોને આવકારવા, રજિસ્ટ્રેશન માટે, સિક્યુરિટી ચેકિંગ માટે, સામાન રાખવા સહિતની પ્રક્રિયાઓ માટે મહાત્મા મંદિરની આસપાસ ડોમબનાવાયા છે. ડોમ સાથે મંદિરના ફરતે ગેટ ઉભા કરાઈ રહ્યાં છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code