ઓરિફ્લેમ, ટપરવેર જેવી કંપનીઓની પિરામિડ સ્કીમ પર મોદી સરકારની રોક, આ હેતુસર લીધો નિર્ણય
નવી દિલ્હી: ગ્રાહકોની હિતની રક્ષાના હેતુસર મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે Tupperware, Amway અને Oriflame જેવી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓની પિરામિડ સ્કીમ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો અનુસાર, કંપનીના પ્રત્યક્ષ વિક્રેતાઓ જે સામાન કે સેવાઓનું વેચાણ કરે છે તે અંગેની ફરિયાદ માટે તેઓ જ જવાબદાર રહેશે. તે માટે, રાજ્ય સરકારો એક સિસ્ટમ પણ સ્થાપિત કરશે જે ડાયરેક્ટ સેલર્સ અને ડાયરેક્ટ સેલિંગ યુનિટની ગતિવિધિઓ પર પણ નજર રાખશે.
Amway, Tupperware અને Oriflame જેવી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ તેમના ગ્રાહકોને એક સેલર બનાવવા માટે કામ કરે છે. તેને પિરામિડ યોજના કહેવાય છે. તે એક ગ્રાહકને બીજા ગ્રાહક સાથે જોડીને પિરામિડ બનાવે છે. આ સ્કીમમાં ગ્રાહકોને માલના વેચાણ પર કમિશન મળે છે.
કંપનીઓ હવે પિરામિડ સિસ્ટમથી કામ નહીં કરી શકે. નવા નિયમ પ્રમાણે, હવે આમાંથી કોઇપણ કંપનીના ડાયરેક્ટ સેલર ઓળખ પત્ર વગર તમે ગ્રાહકના ઘરે જઇને સામાન વેચી શકશે નહીં. તે ઉપરાંત, જો ગ્રાહકને મળવા માંગે છે, તો તેણે પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ત્યારે, ડાયરેક્ટ સેલર ગ્રાહકને આવા કોઇ દસ્તાવેજ અથવા બ્રોશર આપશે નહીં કે જે કંપની તરફની માન્ય નથી અને તેના વતી કોઇપણ પ્રકારનો દાવો કરવામાં આવશે નહીં. તેણે ગ્રાહકને તેની ડાયરેક્ટ સેલિંગ કંપનીનું નામ, સરનામું વગેરેથી પણ માહિતગાર કરવા પડશે.
તે ઉપરાંત, તે ગ્રાહકને જે માલ કે સેવાઓ વેચી રહ્યો છે તેની કિંમત, ચુકવણીની રીત, વળતર, એક્સ્ચેન્જ , રિફંડ અને આફ્ટર સેલ સર્વિસ વગેરે સંબંધિત સંપૂર્ણ માહિતી આપવી પડશે .