1. Home
  2. ગુજરાતી
  3. કોવિડ સામે લડવા માટેની દવા Molnupiravir માર્કેટમાં થઇ ઉપલબ્ધ, આટલી છે કિંમત
કોવિડ સામે લડવા માટેની દવા Molnupiravir માર્કેટમાં થઇ ઉપલબ્ધ, આટલી છે કિંમત

કોવિડ સામે લડવા માટેની દવા Molnupiravir માર્કેટમાં થઇ ઉપલબ્ધ, આટલી છે કિંમત

0
Social Share
  • બજારમાં કોવિડની દવા Molnupiravir આવી ગઇ
  • મેડિકલ સ્ટોરમાં આ દવા 63 રૂપિયાની કિંમતે મળે છે
  • જો કે માત્ર મેડિક પ્રીસ્ક્રિપ્શન પર જ આ દવા વેચી શકાશે

નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું શસ્ત્ર એવી કોવિડ વાયરસની દવા Molnupiravir આજથી ભારતીય રીટેલ દવા બજારોમાં લોંચ થઇ ગઇ છે. સરકારે થોડાક સમય પહેલા જ આ દવાના મંજૂરી આપી છે.

હવે જ્યારે માર્કેટમાં આ દવા લોંચ થઇ ચૂકી છે ત્યારે જો તેની કિંમતની વાત કરીએ તો મેડિકલ સ્ટોરમાં આ દવા 63 રૂપિયાની વેચાણ કિંમત ધરાવે છે. જો કે દવા વિક્રેતાઓને સ્પષ્ટ નિર્દેશ અપાયા છે કે, તેઓ ફક્ત ડૉક્ટર્સના મેડિકલ પ્રીસ્ક્રપિશન પર  આ દવાનું નામ જોઇને જ દર્દીને આપે. માત્ર Medical Prescription પર જ આ દવા મળી શકશે.

કોરોનાની કોઇપણ ઇમરજન્સી સ્થિતિ કે પછી મેડિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા સમિતિએ દેશમાં ઇમરજન્સી સ્થિતિમાં મોલનુપીરાવીરના નિયંત્રિત ઉપયોગ માટે દવાના ઉત્પાદન તેમજ વેચાણની મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ દવાનો ઉપયોગ એડલ્ટ દર્દીઓ પર SPO2 93 ટકા સાથે અને તેવા દર્દીઓ માટે કરી શકાશે જેમને બીમારીથી વધુ જોખમ હોય, જેમ કે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની સ્થિતિમાં હોય. વિશેષજ્ઞ ડોક્ટર્સની ચિઠ્ઠી પર જ દુકાનોમાં આ દવા વેચવામાં આવે. આ દવાનો ઉપયોગ 18 વર્ષથી ઓછી વયના લોકો પર કરી શકવામાં આવે નહીં.

અત્રે જણાવવાનું કે, કંપની અનુસાર દેશના 29 શહેરોના લગભગ 1218 દર્દીઓ પર દવાની ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જે અનુસાર મોલનુપિરાવીર 5 દિવસના ઉપચાર સમય દરમિયાન કોવિડ દર્દીના વાયરલ લોડમાં કમી લાવવામાં અસરકારક સાબિત થઇ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code