દેશમાં ઓમિક્રોનના કેસ 1 હજારને પાર – દિલ્હી,મહારાષ્ટ્ર અને ગુજરાત સહીતના પ્રદેશમાં નવાવર્ષની ઉજવણી પર પ્રતિબંઘ
- દેશમાં હવે ઓમિક્રોનના કેસની સંખ્યા 1 હજાર પર
- સતત કેસમાં થઈ રહ્યો છે વધારો
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે દિવસેને દિવસે કોરોનાના કેસોની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ નોઁધાઈ રહ્યા છે, પહેલા માત્ર ટ્રેવેલ હિસ્ટ્રી ઘરાવતા લોકોમાં નવા નેરિએન્ટની પૃષ્ટિ થતી હતી ત્યારે હવે સામૂદાયિક પ્રસાર પણ થયેલો જોવા મળી રહ્યો છે.
આ સાથે જ દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસની સંખ્યા 1 હજારને વટાવી ચૂકી છે. આ કારણે આ વખતે નવા વર્ષની ઉજવણી થશે નહી, કારણ કે ઘણી રાજ્ય સરકારોએ નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ કોવિડ સંબંધિત કેટલાક નિયંત્રણો લાદ્યા છે. તે જ સમયે, રાજ્યોએ ઓમિક્રોનના વધતા કેસોને પહોંચી વળવા માટેના પગલાંને વધુ કડક બનાવ્યા છે.
અનેક રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ
ઝડપથી ફેલાતા નવા પ્રકાર ઓમિક્રોનને રોકવા માટે, ઘણા રાજ્યોએ સાવચેતીના ભાગ રૂપે રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાદ્યો છે. જેમાં કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, નવા વર્ષને ધ્યાનમાં રાખીને, રાજ્યોમાં માત્ર 50 ટકા ક્ષમતાવાળા ડીજે, ક્લબ, રેસ્ટોરન્ટ અને પબ જ ખોલવામાં આવશે.
દિલ્હીમાં શાળાઓ,કોલેજ બંધ સહીત અનેક પ્રતિબંધો
નવા વર્ષ 2022ને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા સૌથી કડક કોવિડ પ્રતિબંધોમાં દિલ્હીનું નામ ટોચ પર આવે છે. રાજધાનીએ ઓમિક્રોન કેસમાં વધારાને કારણે યલો એલર્ટ જાહેર કર્યું છે. નવા વર્ષ પર કોરોના વિસ્ફોટ ન થાય તે માટે શહેરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટ, બાર અને જાહેર પરિવહન 50 ટકા બેઠક ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે.
વિતેલા દિવસે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે ઓમિક્રોન ધીમે ધીમે સમુદાયમાં ફેલાઈ રહ્યો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં વિશ્લેષણ કરાયેલા નિયમિત કોવિડ કેસોના 46 ટકા નમૂનાઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે
મહારાષ્ટ્રમાં 144 લાગૂ
કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને જોતા મહારાષ્ટ્ર પોલીસે રાજધાની મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે. કલમ 144 લાગુ કર્યા પછી, હવે મહાનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન, પોલીસે 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ અને ક્લબ સહિત કોઈપણ બંધ અથવા ખુલ્લી જગ્યાએ નવા વર્ષની ઉજવણી, પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.