કિચન ટિપ્સઃ શું તમને કચોરી પસંદ છે,તો હવે ઘરે જ આ રીતે આલુ કચોરી બનાવીને નાસ્તાની મજા માણો
- સાહિન મુલતાનીઃ-
કચોરી આપણે સૌ કોઈ નાસ્તામાં ખાતા હોઈએ છીએ આનમ તો દાળની કચોરી દરેક જગ્યા મળતી હોય છે પરંતુ બટાકાની કચોરી પણ એટલી જ જાણીતી છે. બટાકાની કચોરી બારેમાસ ખાવાતું ફરસાણ છે, આ સાથે જ તેમાં દહીં, સેવ ગ્રીન અને રેડ ચટણી નાખીને ખાવામાં આવે છે જે તેના સ્વાબને બમણો કરે છે,તો ચાલો જોઈએ આ બટાકા કચોરી ખરેખર કઈ રીતે બનાવાય છે.
કચોરીના લોટની સામગ્રી
- મેંદો – 300 ગ્રામ
- પાણી- જરુર પ્રમાણે
- અજમો – અડધી ચમચી
- તેલ- મોણ માટે
- મીઠૂ – સ્વાદ પ્રમાણે
કચોરીની પુરી બનાવવા માટે
સૌ પ્રથમ 500 ગ્રામ મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠૂં,અડગી ચમચી અજમો અને 3 ચમચી તેલનું મોળ નાખીને પાણી વડે લોટ બાંધી લેવો, ત્યાર બાદ લોટને બરાબર ઢાંકણ ઢાકીને સાઈડમાં રાખી દેવો,લોટ થોડો કઠણ રાખવો કારણ કે થોડી વખત આમ જ રહેવાથી તે નરમ થઈ જશે.
કચોરી બનાવા માટેની સામગ્રી
- 500 ગ્રામ – બાફેની ક્રશ કરેલા બટાકા
- 10 થી 12 નંગ – મીઠા લીમડાના પાન
- હિંગ – અડધી ચમચી
- આદુ-મરચાની પેસ્ટ – 4 ચમચી
- ગરમ મચાલો – 1 ચમચી
- સફેદ તલ – 4 ચમચી
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- સ્વાદ પ્રમાણે – હળદર
- લીલા ઘાણા – એક વાટકી જીણા સમારેલા
કચોરી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, કઢી લીમડો અને લીલા મચરા આદુનો મસાલો સાંતળી લો
હવે ગેસને બંધ કરીલો, ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા લો
હવે તેમાં હળદર ,મીઠું,તલ એડ કરીલો,
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને લીલા ઘણા નાખીને બરાબર મિક્સ કરીલો.
હવે જે મેંદાનો લોટ બાંધીને પહેલાથી રાખ્યો છે તેના મોટા મોટા લૂઆ બનાવીને એક સરખી સાઈઝમાં મોટી અને થોડી જાડી રહે તેવી પુરી વણીલો,
હવે આ પુરીમાં બટાકાનું નુંસ્ટફિંગ ભરીને ગોળ પોટલીને જેમ વાળઈલો,
હવે હળવા હાથે આ બટાકાના સ્ટફિંગ વાળી પોટલીને બે થી ત્રણ વેલમ ફેરવીને વણી લો,
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેને તળીલો,તૈયાર છે સ્વાદિષ્ટ બટાકાની કચોરી.
હવે એક ડિશમાં કચોરીને તોડીને મૂકો, તેમાં દહીં, ગ્રીન ચટણી, રેડ તીખી ચટણી, ગોળ આમલીની ચટણી અને સેવ નાખીને સર્વ કરો, આ કચોરી જલ્દી બની પમ જાય છે અને સ્વાદમાં પમ મજેદાર હોય છે.