મનોરંજન જગતમાં કોરોનાનું ગ્રહણ – હવે એકતા કપૂરને થયો કોરોના
- એકતા કપૂર કોરોના પોઝિટિવ મળી આવી
- આ પહેલા પણ ઘણા સેલેબ્સ કોરોના પોઝિટિવ મળી આવ્યા
મુંબઈઃ- દેશભરમાં કોરોનાના નના વેરિએન્ટ ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના દૈનિક કેસોમાં પણ સતત વધારો નોઁધાઈ રહ્યો છે, ખાસ કરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે જેની સીઘેસીઘી અસર મનોરંજન જગત પર જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં અને ટેલિવૂડમાં એક પછી એક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેને જોઈને એવું લાગે છે કે બોલીવુડમાં જાણે હવે કોરોનાનો રાફળો ફાટ્યો છે.
હવે એવા સમાચાર છે કે દિગ્દર્શક, નિર્માતા એકતા કપૂરને પણ કોરોના થયો છે. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર આ આ મામલે જાણકારી શેર કરી છે.
એકતા કપૂરે ઈન્સ્ટા પર લખ્યું છે કે – તમામ સાવચેતી રાખ્યા બાદ પણ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલ સ્વસ્થ છું અને છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરું છું.
ઉલ્લેખનીય છે કે આજે સવારે જ જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલના કોરોના વાયરસથી સંક્રમિત હોવાના સમાચાર આવ્યા છે. એટલું જ નહીં, અભિનેતા નકુલ મહેતાના 11 મહિનાના પુત્રનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસોમાં સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર કોરોનાનો શિકાર બન્યા છે અને હવે એકતા કપૂર પણ તેમાંથી બાકાત રહી નથી અને આગળ પણ આ શીલશીલો હવે ચાલૂ રહેવાનો હોય તેમ જોવા મળી રહ્યું છે.