પ્રિયંકા ગાંધીના પરિવારના એક સભ્ય અને એક સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટીવ
- પાંચ રાજ્યોમાં ઈલેક્શનનો માહોલ
- આવામાં પ્રિયંકા ગાંધીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી
- પરિવારના એક સભ્ય અને સ્ટાફ મેમ્બર પોઝિટીવ
દિલ્હી: દેશમાં કોરોનાવાયરસની લહેર ફરીવાર પીક પકડી રહી હોય એવું લાગી રહ્યું છે. દેશમાં ચૂંટણીનો માહોલ છે અને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. આવામાં કોંગ્રેસને ફટકો પડે તેવું થયું છે. વાત એવી છે કે પ્રિયંકા ગાંધીના પરિવારના એક સભ્ય અને એક સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટીવ આવ્યા છે.
જો કે તે વાતની જાણકારી નથી કે જે મેમ્બર અને પરિવારનું સભ્ય પોઝિટીવ આવ્યું છે તે કેટલા લોકોના સંપર્કમાં આવ્યું છે પણ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પરિવારનો એક સભ્ય અને સ્ટાફનો રિપોર્ટ પોઝિટીવ આવતા પરિવારમાં હડકંપ મચ્યો છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, કોરોનાના કેસો અને ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.બોલિવુડના પણ ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
પ્રિયંકા ગાંધીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં, હાલમાં ડોક્ટરોએ તેમને આઈસોલેટ રહેવાની સલાહ આપી છે. ટ્વિટર પર માહિતી આપતાં પ્રિયંકાએ લખ્યું- મારા પરિવારનો એક સભ્ય અને મારા સ્ટાફમાંથી એક ગઈકાલે કોરોના સંક્રમિત જોવા મળ્યો છે. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જોકે ડૉક્ટરે સલાહ આપી છે કે મારે આઈસોલેટ રહેવું જોઈએ અને થોડા દિવસો પછી ફરી ટેસ્ટ કરાવવો પડશે.