- ફ્રાંસમાં કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટી થઈ
- કોરોનાનો નવો વેરિએન્ટ B.1.640.2. મા 46 મ્યૂટેશન મળ્યા
દિલ્હીઃ- વિશ્વઆખું ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી રહ્યુ છે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ આમિક્રોન બાદ ,ફ્લોરોના જોવા મળ્યો હતો અને હવે ફ્રાંસમાં કોરોનાના નવા વેરિએન્ટB.1.640.2. જોવા મળ્યો છે જેમાં 46 મ્યૂટેશનની ઓળખ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દક્ષિણ ફ્રાન્સમાં, 12 લોકોને પણ આ નવા વેરિએન્ટથી સંક્રમિત થયા છે. વૈજ્ઞાનિકોએ તેની ઓળખ B.1.640.2 તરીકે કરી છે. તેમનું કહેવું છે કે આ નવા વેરિઅન્ટમાં અત્યાર સુધીમાં 46 મ્યુટેશન જોવા મળ્યા છે. જો કે, હાલ આ વેરિએન્ટ કેટલો જોખમી છે તે અંગે હજુ સુધી રિપોર્ટ્સ સામે આવ્યા નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓમાં નવો પ્રકાર જોવા મળ્યો હતો તેઓ કેમરૂન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં, આ નવા વેરિએન્ટનું સંક્રમણ દક્ષિણ આફ્રિકાના દેશોમાં ફેલાઈ શકે છે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે 12 લોકોમાં નવા વેરિએન્ટની ઓળખ કરવમાં આવી છથે તેઓમાં અસામાન્ય સંયોજન જોવા મળ્યું છે જેમાં 46 મ્યુટેશન સાથેનું નવું વેરિઅન્ટ રસી કરતાં પણ આગળ વધી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવું વેરિઅન્ટ પોતાનામાં જ કોરોના વેક્સીન માટે ઈમ્યુનિટી બનાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા પ્રકારો વારંવાર સામે આવી રહ્યા છે. ગયા વર્ષે પણ આવું જ થયું હતું, પરંતુ તમામ નવા પ્રકારો કેટલા જોખમી છે તે અંગે હજુ અભ્યાસ ચાલુ જ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવો પ્રકાર બે સ્તરો પર ખતરનાક બની શકે છે, એક તો તેનો મૃત્યુ દર વધારે છે અથવા સંક્રમણ દર વધુ હોય શકે છે. જો કે, ફ્રાન્સમાં મળી આવેલા નવા વેરિઅન્ટ વિશે હજુ સુધી આવી કોઈ માહિતી સામે આવી નથી.