ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ભાજપ હવે હાઇટેક ચૂંટણી પ્રચાર કરશે, વર્ચ્યુઅલ રેલીઓનું કરશે આયોજન
- ઓમિક્રોનના ભય વચ્ચે હવે ભાજપ હાઇટેક ચૂંટણી પ્રચાર કરશે
- ચૂંટણી પ્રચાર દરમિયાન વર્ચ્યુઅલ રેલીઓનું કરશે આયોજન
- મન કી બાત કાર્યક્રમ હાઇટેક રીતે લોકો સુધી પહોંચાડશે
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અને આ વર્ષે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન સંક્રમણ વધુ ના પ્રસરે તે માટે વર્ચ્યુઅલ રેલીની માંગ ઉઠી છે. આવી સ્થિતિમાં ભાજપ હાઇટેક પ્રચારની તૈયારીમાં વ્યસ્ત છે. આ અંતર્ગત વર્ચ્યુઅલ તેમજ પરંપરાગત બંને પ્રમોશન કરવામાં આવશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ લોકોને એકત્ર કરીને મન કી બાત જેવી વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન કરશે તેમજ તેમની પાર્ટીના ખાસ નેતાઓના ભાષણોનો ઓડિયો તેમજ વીડિયો ચલાવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ભાજપના દિગ્ગજ નેતાઓએ અનેક સરકારી તેમજ બિન-સરકારી કાર્યક્રમો દ્વારા, તમામ વિસ્તારોમાં વ્યાપકપણે કાર્યક્રમો કર્યા છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ મુખ્ય ચૂંટણી પ્રચારની પણ તૈયારીઓ હવે શરૂ થઇ ચૂકી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમજ તમામ નેતાઓ આવશે. અગાઉ પણ ભાજપ વિધાનસભા ચૂંટણીને અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમથી રેલીઓનું આયોજન કરી ચૂકી છે.
નોંધનીય છે કે, રાજ્યના દરેક વિધાનસભા ક્ષેત્રના દરેક ગામમાં ભાજપ હાઇટેક રીતે પ્રચાર કરવા માટે સજ્જ છે. આ માટે મન કી બાત જેવા કાર્યક્રમો સહિતના સંબોધનો મોબાઇલ પર લિંક દ્વારા પણ ઉપલબ્ધ થશે. આવી સ્થિતિમાં, આ સંબોધનો લોકોને વોટ્સએપ ગ્રૂપ, ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી ઉપલબ્ધ કરાવાશે.