વહેલી સવારે સિક્કીમમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7 નોંઘાઈ
- સિક્કીમમાં ભૂકંપના આચંકા
- તીવ્રતા 3.7 નોંધાઈ
દિલ્હીઃ- સિક્કીમ એવો વિસ્તાર છે કે જ્યાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે,ત્યાકે આડજે ફરી એક વખત સિક્કિમમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા પણ ઘણી વખત અહી ભૂકંપના આચંકાઓ આવી ચૂક્યા છે.
ભૂકંપની પુષ્ટિ કરતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે બુધવારે સવારે સિક્કિમના રાવાંગલાથી 12 કિમી ઉત્તરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, વહેલી સવારે 3.01 વાગ્યે આંચકા અનુભવાયા હતા.