ઓમિક્રોનના આ છે લક્ષણો, સાવધાન રહો, નહીં તો પડી જશે તકલીફ
- ઓમિક્રોનના આ છે લક્ષણો
- અમેરિકાના ડોક્ટરોએ આપી જાણકારી
- લોકોએ સતર્ક રહેવાની જરૂર
દિલ્હી: ઓમિક્રોનના કારણે અત્યારે વિશ્વના તમામ દેશો ચિંતામાં છે, મોટા ભાગના દેશો અત્યારે આ વેરિયન્ટ સામે લડવા માટે રસ્તો શોધી રહ્યા છે ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે મહત્વની જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાવાયરસથી સંક્રમિત થાય છે ખાસ કરીને ઓમિક્રોનથી ત્યારે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિના ભૂરા રંગના હોઠ, સ્કીન અને નખ કોરોનાના નવા લક્ષણના સંકેત હોઇ શકે છે.
આ ઉપરાંત માથાનો દુ:ખાવો, ગળામાં ખારાશ અને બેચેની સહિતના લક્ષણો સામેલ છે અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ દર્દીઓમાં કોઇ લક્ષણો જોવા ન મળ્યાં.
અમેરિકી સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનએ રંગમાં પરિવર્તનને તાત્કાલિક મેડિકલ અટેન્શનની જરૂરિયાત ગણાવી છે. સીડીસીએ કોરોના વાયરસ માટે 11 લક્ષણોને ચિહ્નિત કર્યા છે, જેમાં માથાનો દુઃખાવો, ગાળમાં ખારાશ અને બેચેની સામેલ છે. પરંતુ અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીમાં આ પ્રકારના કોઈ લક્ષણ જોવા મળ્યાં નથી.
બીજી તરફ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અત્યારે પણ 3 લક્ષણોને જ ચેતવણીના સંકેત માની રહી છે. એ સંકેત છે તાવ, સતત ખાંસી અને સ્વાદ તથા ગંધ જવી. એનએચએસ હોઠ, સ્કીન અને નખના રંગમાં પરિવર્તનને વોર્નિંગ સાઇન માનતી નથી. બીજી તરફ કિંગ્સ કૉલેજ લંડનના સંશોધનકર્તાઓએ પોતાના વિશ્લેષણના આધાર પર જાણ્યું કે વેક્સીન લેનારા લોકોમાં સામાન્ય હળવા લક્ષણ જ નજરે પડે છે. આ લક્ષણો છીંક, માથાનો દુઃખાવો, નાક વહેવું, સ્વાદ અને ગંધ જવી, તાવ અને ગળામાં ખારાશ છે. બીજી તરફ નખનો ગ્રે રંગ થઈ જવો આર્યનની અછતનો ખતરનાક સંકેત પણ છે.