આણંદમાં કોરોનાના 3 દર્દી સાજા થયા બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. એટલું જ નહીં ઓમિક્રોન ઝડપથી ફેલાતું હોવાથી તબીબોમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન આણંદમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા બાદ તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદમાં 3 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જેથી તેમના ઓમિક્રોનની તપાસ માટે જરૂરી નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતા. દરમિયાન ત્રણેય દર્દીઓ કોરોનામાંથી સાજા થઈને પરત ફર્યાં હતા. બીજી તરફ આ ત્રણેય દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મલે છે. જેથી આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ શોધી રહ્યું છે. ઓમિક્રોનનો રિપોર્ટ મોડો આવતો હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળે છે. જેથી ઓમિક્રોનનો રિપોર્ટ ઝડપથી મળી રહે તેવી માંગણી ઉઠી છે.
(PHOTO-FILE)