સ્ટાર પ્લસની સીરિયલ પર કોરોનાનું ગ્રહણ – ‘પંડ્યા સ્ટોર’ના 5 કલાકાર કોરોના સંક્રમિત
- પંડ્યા સ્ટોર સિરિયલને કોરોનાનું ગ્રહણ
- પાંચ કલાકાર કોરોના પોઝિટિવ મળ્યા
કોરોના વાયરસે દેશભરમાં કહેર ફેલાવ્યો છે, કોરોનાથી હવે અનેક નેતાઓથી લઈને લેસેબ્સ પણ સંક્રમિત થઈ રહ્યા છએ ત્યારે હવે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ‘પંડ્યા સ્ટોર’ સિરીયલના સેટ પર પણ કોરોનાએ એન્ટ્રી કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે. ‘પંડ્યા સ્ટોર’ના સેટ પર કોરોના વિસ્ફોટ ફૂટ્યો છે. આ સીરિયલમાં જોવા મળતા કલાકારો ઝડપથી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. અભિનેતા અક્ષય ખરોડિયા, મોહિત પરમાર, અભિનેત્રી એલિસ કૌશિક અને સિમરન બુધરૂપ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
આ સીરિયલના નિર્માતા સુજોય વાધવા અને કોમલ સુજોય વાધવાએ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે ચાર કલાકારોના કોરોના પોઝિટિવ હોવા અંગેન જાણકારી આપી છે. આ સાથે તેણે કહ્યું છે કે હવે બાકીના લોકોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેણે કહ્યું છે કે અક્ષય ખરોડિયા, મોહિત પરમાર, એલિસ કૌશિક અને સિમરન બુધરૂપ ક્વોરેન્ટાઈન થઈ ચૂક્યા છે.
તેણે કહ્યું કે એલિસ કૌશિક, અક્ષય ખારોડિયા, સિમરન બુધરૂપ અને મોહિત પરમાર ટીવી શો પંડ્યા સ્ટોરનો જ ભાગ છે. આ તમામનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને મેડિકલ હેલ્પ આપવામાં આવી રહી છે અને તેમને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે BMCને પણ જાણ કરવામાં આવી છે અને સેટને પ્રોટોકોલ મુજબ ફ્યુમિગેટ અને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યો છે. અમે સમગ્ર ટીમના સતત સંપર્કમાં છીએ કારણ કે તેમનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે સલામતી પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા સાથે ઊભા છીએ