મધ,જીરું અને અજમાનું આ પીણું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક… વેઈટલોસ કરવામાં મળશે મદદ
- મધ, જીરું અને અજમાનું પીણું સ્વાસ્થને કરે છે ફાયદો
- તેનાથી ગેસ અપચો મટે છે
- વેઈટલોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન
સામાન્ય રીતે આજની ફઆસ્ટ લાઈફ અને ફાસ્ટ ફૂડના કારણ અનેક લોકો મેદસ્વિતાનો સ્વીકાર બની રહ્યા છે આવી સ્થિતિમાં ઘરે રહીને ચરબી ઓછી કરવામાં ઘણા ઘટકો મહત્વનો ભાગ ભજવે છે, કેટલીક એવી વસ્તુઔ છે કરે જે તમારા જ કિચનમાં છે તેના સાચા ઉપયોગથી તમે તમારુ વધારાનું વજન ઓછુ કરી શકો છો.
મધ વિશે આપણે સાંભળ્યું હશે કે ગરમ પાણીમાં મધ નાખીને તેનું સેવન કરવાથી ચરબી ઘટે છે., આવી જ રીતે મધ જીરાનું એક પીણું જોઈશું કે તેના દરરોજ સેવન કરવાથી વેઈટ લોસ થવાની સાથે સાથે કેટલીક બીમારીઓનો પણ નાશ થાય છે.
મધ અને જીરાનું પીણું બનાવાની રીત
અડધો ચમચી જીરું, એક ચમચી અજમો, એક ગ્લાસ પાણી , અડધો ચમચી મધ,એક ચમચી સફરજનનો સરકો.
એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા રાખો ,તેને થોડુંક ગરમ થવા દો. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં અજમો અને જીરું નાખો અને તેને ઉકળવા દો.જીરાનું પાણી અડધું થઈ જાય ત્યાર બાદ તેને એક વાસણમાં કાઢી લો , હવે તેમાં એક ચમચી સફરજનનો સરકો નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી મધ મિક્સ કરો. હવે આ પીણાને બરાબર મિક્સ કરીલો ,તૈયાર છે મધ જીરાનું ડ્રીંક જેનું રોજ સવારે એક ગ્લસા સેવ કરવાથી મેદસ્વીતાથી છૂકારો મળશે,
મધ જીરાના ડ્રીંકનું સેવન કરવાથી થતા ફાયદા
- દરોરજ સવારે આ પીણાનું સેવનેસ ,અપચો જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે
જે લોકોને ખાસી કે ગળામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ આ પીણું બેસ્ટ દવા સાબિત થાય છે,તેનાથી ખાસી મટે છે અને ગળાના દુખાવામાં રાહત થાય છે - આ સાથે ડ ઠંડીની સિઝનમાં આ પીણું પીવાથી વાની સમસ્યામાં રાહત થાય છે ,હાથ પગનો દુખાવો મટે છે.
- જે લોકોને વાંરવાર વોમિટ થતી હોય કે ઊબકા આવતા હોય તેવા લોકો માટે આ પીણું બેસ્ટ ઓપ્શન છે.જેનાથી વોમિટ થતી અટકે છે.
- દરરોજ સવનારે આ પીણાનું સેવન કરવાથી તમારા શરીરમાંથી મેદસ્વીપણું ઓછો થશે અને તમારા શરીરના દરેક રોગને મૂળમાંથી દૂર કરવામાં આવશે.
- આ પીણાના સેવનથી તમારા પેટને લગતા દરેક રોગ દૂર થશે, તમારા શરીરનું લોહી ખરાબ હોય તો આ પીણું તેને શુદ્ધ કરવાનું કામ કરે છે.
- મેદસ્વીતા પણું ઘટવાથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે કારણ કે સ્થૂળતા શરીરના કોલેસ્ટરોલનું સ્તર વધારે છે.જેથી આ પીણાનું સેવન મેદસ્વીતા ઘટાડે છે
- જો તમારા શરીરમાં જાડાપણું વધી રહ્યું છે, તો ડાયાબિટીઝનું જોખમ પણ વધે છે.જેથી તમે વેઈ લોસ કરવા આ પીણાનો ઉપયોગ કરી શકો છો.અને રોગથી બચી શકો છો.