- ફ્રાન્સમાં ફેલાયેલો IHS વિરિએન્ટ કેટલો ખતરનાક?
- હજુ સુધી આ વેરિએન્ટ માત્ર ફ્રાન્સમાં જ ફેલાયો છે
- આ વેરિએન્ટનું જોખમ ઓછુ છે
નવી દિલ્હી: સાઉથ આફ્રિકામાં સૌ પ્રથમ વાર જોવા મળેલા Omicron વેરિએન્ટ બાદ ફ્રાન્સમાંથી IHU વેરિએન્ટ મળી આવ્યો છે. WHOએ તેને લઇને એક અભ્યાસ પણ કર્યો છે.
WHOના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, IHU વેરિએન્ટનો વ્યાપ ઘણો ઓછો છે અને ગભરાવવાની જરૂર નથી. આ પ્રકારથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. સંશોધકોએ કહ્યું છે કે, અત્યારે IHU વેરિએન્ટ પર અનુમાન લગાવવું ખૂબ જ વહેલું છે કારણ કે અત્યાર સુધીમાં બહુ ઓછી સંખ્યામાં લોકો તેનાથી પ્રભાવિત થયા છે.
આ સપ્તાહની શરૂઆતમાં, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, IHU વેરિએન્ટમાં અત્યારસુધી કોઇ ઊંચુ જોખમ નથી.
WHO અનુસાર, કોરોનાનું નવું વેરિએન્ટ IHU વેરિએન્ટ અત્યાર સુધી માત્ર ફ્રાન્સમાં જોવા મળ્યું છે અને તે અન્ય કોઇ દેશમાં જોવા મળ્યું નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, IHU વેરિએન્ટનો પહેલો કેસ નવેમ્બર 2021ના મધ્યમાં જોવા મળ્યો હતો. અને Omicronની સત્તાવાર શોધ એટલે કે 24 નવેમ્બર, 2021ની થયેલી છે.
કઇ રીતે IHU નામ પડ્યું?
વેરિઅન્ટ B.1.640 ની પેટાજાતિ છે અને આ નવા પ્રકારની શોધની જાહેરાત વૈજ્ઞાનિક ડિડીઅર રાઉલની આગેવાની હેઠળ ફ્રાન્સના માર્સેલીસમાં મેડિટેરેનિયન ઈન્ફેક્શનની યુનિવર્સિટી હોસ્પિટલ ઈન્સ્ટિટ્યૂટ (IHU) ના સંશોધકો દ્વારા કરવામાં આવી હતી, તેથી તેનું નામ IHU રાખવામાં આવ્યું છે. તે B.1.640.2 તરીકે વર્ગીકૃત થયેલ છે.