- દિલ્હીમાં વરસાદનો કહેર
- કોરોનાના વધતા કેસ વચ્ચે હવામાં વધુ ઠંડકપ્રસરી
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસથી જ વરસાદી માહોલ જામ્યો છે, આ સાથે જ ઠંડો પવન ફૂંકાય રહ્યો છે,દિલ્હી એનસીઆરમાં શુક્રવાર રાતથી શરૂ થયેલ વરસાદ હજી પણ યથાવત છે. થોડા થોડા વિમારમને અંતે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી છે.જ્યારે હાલ પણ દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં વરસાદ અને ઠઁડો પવન શરુ છે. વરસાદ સાથે પવન ફુંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગે પહેલેથી જ સમગ્ર દિલ્હી અને એનસીઆરમાં હિંડોન એએફ સ્ટેશન, બહાદુરગઢ, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, નોઈડા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે પડેલા અવિરત વરસાદને કારણે પુલ પ્રહલાદપુર, મુકરબા ચોકથી જહાંગીરપુરી, ધૌલા કુઆન પાસેના રીંગ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.અનેક રસ્તાઓમાં સામાન્ય પાણીનો ભરાવો થયો હતો
આ સાથે જ રસ્તાઓ પણ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તામાં ન તો કોઈ મિકેનિક હતો કે ન તો તે તેને ક્યાંય મૂકી શકે તેવી સ્થિતિ હતી જ્યારે પ્રહલાદપુર પુલ પાસે મુસાફરો ભરેલી બસો પાણીમાં ઉભી રહી ગઈ ત્યારે ઘણા કાર ચાલકો પણ પરિસ્થિતિ જોઈને પરત ફર્યા હતા. જહાંગીરપુરી બસ ડેપો અને મેટ્રો સ્ટેશનની બહાર પણ પાણી ભરાઈ જવાથી લોકોને સવારે ભારે મુશ્કેલી પડી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દિવસથી વરસતા વરસાદે દિલ્હીમાં વાતાવરણમાં ઠંડક પ્રસારી દીધી છે ,ઠંડીનું જોર વધતું જોવા મળ્યું છે.અવિરત વરસાદ અને સંક્રમણનો ભયને જોતા, લોકોએ પણ ઘરમાં રહેવું વધુ સારું માન્યું, તેથી જાહેર પરિવહન અને કેટલાક ખાનગી વાહનો સિવાયના રસ્તાઓ નિર્જન જોવા મળ્યા હતા.