જમ્મુ-કાશ્મીર: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર
- કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
- કુલગામમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ
- બે આતંકવાદીઓ ખાત્મો
- હથિયારો અને દારૂગોળો સહીત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર સંવેદનશીલ વિસ્તાર છે.જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે. ત્યાં ફરીએકવાર જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આંતકીઓને ઢેર કર્યા હતા.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે,જિલ્લાના હસનપુરા ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી,જે બાદ સુરક્ષા દળોએ સર્ચ અને કોર્ડન ઓપરેશન હાથ ધર્યું હતું.જોકે માર્યા ગયેલા આંતકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. આતંકીઓ પાસેથી એક AK-47 અને એક પિસ્તોલ પણ મળી આવી છે.
અગાઉ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે,બડગામ જિલ્લાના જોલવા ગામમાં મોડી રાત્રેએ થયેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.