કિચન ટિપ્સઃ- ખૂબ જ ઈઝિ રીતે બનાવો કાબૂલી ચણાનો ચાટ-સલાડ
ચાટ અને સલાડ આ બન્ને વસ્તુઓ સૌ કોઈને ભાવે છે, જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ ચાટ ખાવાથી ભૂખ સંતોષાય છે સાથે ગુણ પણ કરે છે, શરીમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે, તો આજે છોલે અટલે કે કાબૂલી ચણાના સલાડ ચાટ બનાવવાની સીઘી સરળ રીત જોઈશું.જેમાં તેલ ન હોવાથઈ તે શરીર માટે ખૂબ હેલ્ધી ગણાય છે,જેને સવારે નાસ્તામાં અને સાંજે નાસ્તામાં અથવાતો રાત્રીના ભોજનમાં પણ ખાઈ શકાય છે.
સામગ્રી
1 કપ – કાબૂલી ચણા
2 નંગ – બટાકા (બાફીને જીણા ટૂકડાો કરી લેવા)
1 નંગ – ટામેટૂં
2 નંગર ડુંગળી – જીણી સમારેલી
3 ચમચી – જીણું સમારેલું કોબિઝ
2 મચચી – જીણા સમારેલા ગાજર
4 ચમચી – ગોળ આમલીની ચટણી
1 ચમચી – લીલા મચરા જીણા કતરેલા
3 ચમચી – લીલા ઘણા જીણા સમારેલા
1 ચમચી – ચાટ મસાલો
સૌ પ્રથમ કાબૂલી ચણાને 4 થી 5 કલાક પાણીમાં પલાળી દો, ત્યાર બાદ તેને કૂકરમાં મીઠૂં નાખીને બરાબર બાફીલો, બફાઈ જાય એટલે તેને કાણા વાળા વાસમમાં નિતરતા કરીલો, ધ્યાન રાખવું ચણા બિલકૂલ પણ કાચા ન રહેવા જોઈએ.
હવે ચણા પાણીમાંથી બફાઈને કોરો થઈ જાય એટલે તેને એક મોટા બાઉલમામં ટ્રાન્સફર કરીદો.
હવે તેમાં બાફેલા બટાકાના ટૂકડા એડ કરો,ત્યાર બાદ તેમાં ટામેટા, ડુંગળી,લીલા મરચા,ગાજર,કોબિઝ, ચાટ મસાલો,લીલા ઘણા અને ગોળ આમલીની ચટણી એડ કરીલો, હવે આ દરેકને ચમચી વડે બરાબર મિક્સ કરીલો
તૈયાર છે કાબૂલી ચણાનો ખૂબજ ઈઝિ બની જતો ચાટ, જેમાં તેલની પણ જરુર નહી પડે અને સલાડ હોવાથી તે હેલ્થી પણ હોય છે,