ચૂંટણીને લઈને યુપીમાં તૈયારીઓ શરુ- 25 હજાર કેન્દ્રીય દળોને સુરક્ષા માટે યુપીમાં તૈનાત કરાશે
- ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ શરુ
- કેન્દ્ર 25 દળોને યુપીમાં સુરક્ષા માટે તૈનાત કરશે
દિલ્હીઃ- દેશના 5 રાજ્યોમાં થનારી ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે, ત્યારે સુરક્ષાના ભાગરુરે પ્રથમ પ્રાથમિકતા અપાઈ રહી છે,ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે જણઆવ્યુંહતું કે ઉત્તરપ્રદેશ રાજ્યમાં 29 હજાર 138 મતદાન સ્થળો સંવેદનશીલ છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે 225 કંપની અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવશે.
આ સાથે જ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના લગભગ 25 હજાર જવાનોને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 150 કંપની ફોર્સ 10 જાન્યુઆરીથી તૈનાત કરવામાં આવશે. બાકીની 75 કંપની ફોર્સ 20 જાન્યુઆરીએ રાજ્યમાં પહોંચશે.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને પત્રકારો સાથે વાતચીત દરમિયાન જમઆવ્યું કે ચૂંટણીમાં સુરક્ષા માટે 109 ડ્રોન, 168 રિવર બોટ, 420 પોર્ટેબલ સીસીટીવી કેમેરા, 563 સ્ટિલ કેમેરા, 492 વીડિયો કેમેરા અને 3573 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે સી-પ્લાન એપ દ્વારા લોકો સાથે ઝડપી વાતચીત કરવામાં આવશે.આ વખતે ચૂંટણીને લઈને સુરક્ષાની બાબતને પ્રથમ પ્રાથમિકતા અપાઈ રહી છે
એડિશનલ ડિરેક્ટર જનરલ પ્રશાંત કુમારે જણાવ્યું હતું 14 વિધાનસભાઓ નેપાળ સરહદને અડીને આવેલી છે. રાજ્યના 30 જિલ્લાઓ 9 સરહદી રાજ્યો સાથે જોડાયેલા છે. તેમાંથી 74 વિધાનસભા બેઠકો રાજ્યની સરહદોને અડીને આવેલી છે. જેમાં સુરક્ષા માટે 107 આંતરરાષ્ટ્રીય અને 469 આંતર-રાજ્ય અવરોધો લગાવવામાં આવ્યા છે. આ અવરોધ દિવસ-રાત ચેકિંગનું કામ કરશે. આ માટે નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે.