PM મોદી તમિલનાડુની 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને CICTના નવા કેમ્પસનું 12 જાન્યુઆરી કરશે ઉદ્ઘાટન
- તામિલનાડુને મોટી ભેટ
- 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને CICTના કેમ્પસનો થશે આરંભ
દિલ્હીઃ- દેશ સતત વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે કોરોના મહામારી બાદ પણ અનેક યોજનાઓ સફળ બનાવવામાં કેન્દ્ર અથાગ મહેનત કરી રહ્યું છે, અનેક રાજ્યોમાં તબિબિ ક્ષેત્રે ખાસ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે ત્યારે હવે તબિબિ ક્ષએત્રમાં તમિલનાડુને પણ મોટી ભેટ મળવા જઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ, ચેન્નાઈના નવા કેમ્પસનું 12 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.
આ મામસે વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે. કાર્યાલયે જણાવ્યું હતું કે નવી મેડિકલ કોલેજોની સ્થાપના અંદાજિત 4 હજાર કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવી રહી છે, જેમાંથી આશરે 2 હજાર 145 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીની તમિલનાડુ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવ્યા છે.આ મેડિકલ કોલેજોની સ્થાપના દેશના તમામ ભાગોમાં સસ્તું તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય માળખામાં સુધારો કરવાના વડા પ્રધાનના સતત પ્રયાસોને અનુરૂપ છે.
જે જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે , આ યોજના હેઠળ, મેડિકલ કોલેજો એવા જિલ્લાઓમાં સ્થાપિત કરવામાં આવે છે કે જ્યાં સરકારી કે ખાનગી મેડિકલ કોલેજો નથી તેમાં વિરુધુનગર, નમક્કલ, નીલગિરિસ, તિરુપુર, તિરુવલ્લુર, નાગપટ્ટિનમ, ડિંડીગુલ, કલ્લાકુરિચી, અરિયાલુર, રામનાથપુરમ અને કૃષ્ણાગિરીનો સમાવેશ થાય છે.
.