1. Home
  2. ગુજરાતી
  3. Signalના સ્થાપકનું રાજીનામું, હવે સિગ્નલની કમાન વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં
Signalના સ્થાપકનું રાજીનામું, હવે સિગ્નલની કમાન વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં

Signalના સ્થાપકનું રાજીનામું, હવે સિગ્નલની કમાન વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં

0
Social Share
  • Signalના સ્થાપકે આપ્યું રાજીનામું
  • સિગ્નલ હવે વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં
  • વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવાયા

નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપતી એવી એપ સિગ્નલના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઇએ રાજીનામું આપ્યું છે. આ રાજીનામા બાદ હવે વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગથીથી આ રાજીનામાની જાહેરાત કરી હતી.

મોક્સીએ રાજીનામાની જાહેરાત કરતા ટ્વિટ કરતા લખ્યું હતું કે, આ નવું વર્ષ છે અને મેં નક્કી કર્યું છે કે મારી જાતને સિગ્નલના સીઇઓ તરીકે બદલવાનો સારો સમય છે. તે સિગ્નલના કાયમી સીઇઓ પદ માટે ઉમેદવારની શોધમાં છે. આ રાજીનામા બાદ વોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટનને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે.

વર્ષ 2009માં વોટ્સએપ લોંચ કરનાર બ્રાયન એક્ટનને હાલમાં CEO તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. વર્ષ 2014માં, મેટા પ્લેટફોર્મએ વોટ્સએપને ખરીદ્યું. વર્ષ 2017માં બ્રાયન એક્ટને વોટ્સએપ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.

વર્ષ 2018 માં, એક્ટને Moxie સાથે બિન-લાભકારી સંસ્થા તરીકે સિગ્નલ એપ શરૂ કરી. એક્ટને તે દરમિયાન સિગ્નલમાં $50 મિલિયન અથવા લગભગ 370 કરોડનું ફંડિંગ આપ્યું હતું.

સિગ્નલ એ WhatsApp જેવી મલ્ટીમીડિયા મેસેજિંગ એપ પણ છે જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. તમે તેનો ઉપયોગ Windows, iOS, Mac અને Android ઉપકરણો પર કરી શકો છો. સિગ્નલ એપ્લિકેશન સિગ્નલ ફાઉન્ડેશન અને સિગ્નલ મેસેન્જર એલએલસીની માલિકીની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code