શું તમારા ફોનની બેટરી વારંવાર લૉ થઇ જાય છે? તો આજે જ આ ટ્રિક અપનાવો અને બેટરી લાઇફ વધારો
- વારંવાર ફોનની બેટરી ઉતરી જાય છે?
- તો આજે જ આ ટ્રિક અપનાવો
- તેનાથી બેટરીની લાઇફ પણ વધશે
નવી દિલ્હી: આજે સ્માર્ટફોન એ જીવનનું સૌથી મહત્વનું સાધન બની ગયું છે. સ્માર્ટફોન એ જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. આજે સ્માર્ટફોનથી મોટા ભાગના કામકાજ થાય છે ત્યારે જો તમારા સ્માર્ટફોનની બેટરી પણ વારંવાર ફટાફટ ઉતરી જતી હોય તો તેનાથી મોટી સમસ્યા કોઇ ના હોઇ શકે. તો આજે અમે આપને ફોનની બેટરી વધારવા માટે કેટલીક ટિપ જણાવીશું.
જો તમે પણ iPhone અથવા iPadનો ઉપયોગ કરો છો, તો અમે તમને બેટરી બચાવવાની રીત જણાવીશું.
GPS ઉપયોગ ના હોય ત્યારે બંધ રાખો
ક્યારેક કોઇ જગ્યાએ પહેલીવાર જવા માટે ગૂગલ મેપ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, પરંતુ તે GPS પિંગ ઝડપથી બેટરીને ડ્રેઇન કરી શકે છે. તેના માટે સેટિંગ્સમાં જઇને ગોપનીયતા પર ક્લિક કરીને સ્થાન સેવાઓ દ્વારા લોકેશન સર્વિસને સંપૂર્ણપણે બંધ કરો અને તમારો ફોન આ સર્વિસને લોકેશન ડેટા આપવાનું બંધ કરશે.
આજના સમયમાં સ્માર્ટફોન મોટી સાઇઝના હોય છે અને તેથી જ તેની ડિસપ્લે પણ તેટલી જ વધુ તેજ હોય છે. જો કે સ્માર્ટફોનની ડિસપ્લે જેટલી વધુ હોય તેટલી જ તે બેટરીને વધુ ડ્રેઇન કરે છે. જો કે તમે ડિસપ્લેને લો રાખીને બેટરીને બચાવી શકો છો. તેના માટે સૌ પ્રથમ, ઓટો-બ્રાઇટનેસ સક્રિય કરો. સેટિંગ્સ>એક્સેસિબિલિટી>ડિસપ્લે અને ટેક્સ્ટ સાઇઝ> ઑટો બ્રાઇટનેસ પર નેવિગેટ કરો અને તેને ચાલુ કરો. તમારો ફોન તમારી વર્તમાન લાઇટિંગ પરિસ્થિતિઓને આધારે તેની તેજને એડજસ્ટ કરશે.
સમયાંતરે એપ અપડેટ કરો
સ્માર્ટફોનમાં સમયાંતરે એપ્સ અપડેટ કરતી રહેવાથી તે કાર્ય કરવા માટે જરૂરી પ્રોસેસિંગ પાવરને ઘટાડીને વધુ ઝડપી અને સ્મૂથ કરવામાં મદદ કરી શકે છે. ડિફોલ્ટ રૂપે, તમારું ડિવાઇસ ઓટોમેટિક એપ અપડેટ્સને સપોર્ટ કરે છે. જેનો અર્થ છે કે જ્યારે કોઇપણ એપ અપડેટ આવે છે, ત્યારે તમારો ફોન તેને બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટોલ કરશે જેથી તમે હંમેશા અપડેટ રહેશો. જો કે, તેનાથી બેટરીને ખતમ કરી શકે છે. તેથી સેટિંગ્સમાં જાઓ, બાદમાં એપ સ્ટોર પર જાઓ, બાદમાં એપ અપડેટ કરો.
જ્યારે જરૂર ના હોય ત્યારે તમારા ફોનને એરપ્લેન મોડમાં મૂકો, જે તમારા ફોન પરની તમામ વાયરલેસ સુવિધાઓને બંધ કરે છે. કૉલ્સ અને ટેકસ્ટ સંદેશાઓ આવશે નહીં, પરંતુ જો iMessages અને અન્ય કાર્યો માટે જરૂરી હોય તો તમે હજુ પણ Wi-Fi સાથે ક્નેક્ટ કરી શકો છો.