1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લગ્ન બાદ વિકી કૌશલ-કેટરીના કેફ પહેલી વખત ફિલ્મ ‘જી લે જરા’ માં સાથે જોવા મળી શકે છે
લગ્ન બાદ વિકી કૌશલ-કેટરીના કેફ પહેલી વખત ફિલ્મ ‘જી લે જરા’ માં સાથે જોવા મળી શકે છે

લગ્ન બાદ વિકી કૌશલ-કેટરીના કેફ પહેલી વખત ફિલ્મ ‘જી લે જરા’ માં સાથે જોવા મળી શકે છે

0
Social Share
  • વિકી-કેટરીના ફિલ્મ જી લે જરામાં સાથે કરશે કામ
  • લગ્ન બાદ પ્રથમ વખત સ્ક્રીન શેર કરશે

 

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કેફે તાજાતરમાં જ લગ્ન કર્યા છે. ત્યારે હવે દર્શકો આ બન્ને સાથે ફિલ્મમાં જોવા મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જો કે સારા સમાચાર છે કે પ્રેક્ષકોના ઈન્તજારનો હવે કદાચ અંત આવી શકે છે વિકી અને કેટરીના સ્ક્રિન શેર કરી શકે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને કેટરીના કૈફ ટૂંક સમયમાં જ પહેલીવાર સ્ક્રીન પર સાથે કામ કરતા જોવા મળશે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તાજેતરમાં જ લગ્ન કરનાર આ કપલે હજુ સુધી એક પણ ફિલ્મ સાથે કરી નથી. દિગ્દર્શક ફરહાન અખ્તરની આ ફિલ્મમાં કેટરિના કૈફનું હોવું ફાઇનલ હતું પરંતુ હવે સમાચાર છે કે વિકી કૌશલ તેમાં લીડ રોલ ભજવતો જોવા મળશે.

બોલિવૂડ હંગામાના રિપોર્ટની જો વાત માનવામાં આવે વિકી કૌશલને ફિલ્મ ‘જી લે ઝરા’ માટે મહત્વના રોલ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. જો વિકી કૌશલ કોવિડના કારણે અટકેલી આ ફિલ્મમાં કામ કરવા માટે સંમત થાય તો આ તેમની પહેલી ફિલ્મ હશે જેમાં તેઓ એકસાથે ઓનસ્ક્રીન જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code