1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસોને પહોંચી વળવા 108 ની ટીમ ખડેપગે સેવા આપશે
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસોને પહોંચી વળવા 108 ની ટીમ ખડેપગે સેવા આપશે

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસોને પહોંચી વળવા 108 ની ટીમ ખડેપગે સેવા આપશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યભરમાં આવતી કાલે ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાશે. ઉત્તરાયણના દિવસે 3,500 થી વધુ ઇમરજન્સી કેસો  આવવાની શક્યતા સાથે 108 ઇમરજન્સી દ્વારા તૈયારી કરાઈ છે. ત્યારે રાજ્યભરમાં 108ની ટીમે તૈયારીઓ કરી લીધી છે. ઉત્તરાયણમાં અગાસી પરથી પડી જવાના કે દોરી વાગવાની દુર્ઘટનાના બનાવો વધતાં હોવાનું ઇમરજન્સી 108ના ધ્યાને આવતા છેલ્લા 5 વર્ષના કેસ ડેટા જોતાં ઉતરાયણ પર્વમાં ઇમરજન્સીની જરૂરિયાત વધતી હોવાને કારણે ઇમરજન્સી 108 દ્વારા એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે માટે વધારાની સખ્યામાં ઇમરજન્સી ઓફિસર અને ડોકટરોની ટીમને તૈયાર કરી દેવાઈ છે. ઉપરાંત 108 કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાયણ પહેલેથી સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ જતી હોય છે. આજે પતંગોત્સવ પહેલા જબજારમાં લોકો અવનવાં પતંગ અને દોરી ખરીદતાં નજરે પડે છે. આ તૈયારીઓ વચ્ચે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સજજ બની જાય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વમાં ઘાયલ થવાના બનાવોમાં શહેરી વિસ્તારોમાં 40થી 50% ટકા અને સમગ્ર ગુજરાતમાં 35થી 40 ટકા વધારો થાય છે. ગત્ત વર્ષે 14મી જાન્યુઆરીએ 19 ટકા અને 15મી જાન્યુઆરીએ 108ની કામગીરીમાં 21 ટકા વધારો જોવા મળ્યો હતો. જેથી આ વખતે 14મી જાન્યુઆરીએ 30 ટકા અને 15મી જાન્યુઆરીએ શનિવાર અને 16 જાન્યુઆરીએ રવિવાર હોવાથી 40 ટકા જેટલો વધારો કામગીરીમાં થાય તેવી શકયતા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, તા. 10થી 20 જાન્યુઆરી સુધી 24 જિલ્લા અને શહેરોમાં પક્ષીઓ માટે કરુણા અભિયાન શરુ કરી દેવામાં આવે છે. જેમાં 41 જેટલાં NGO જોડાતા હોય છે. દર વર્ષે 1500 જેટલાં કોલ પક્ષીઓ માટે આવતાં હોય છે. ત્યારે આ કેસને જોતાં 24 જિલ્લામાં 38 જેટલી એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. તેમજ અન્ય 51 સારવાર કરતી વાનને પણ જોડવામાં આવી છે. જેઓ યુધ્ધના ધોરણ પક્ષી બચાવમાં કાર્ય કરશે. જેમાં એક અંદાજ પ્રમાણે ઉત્તરાયણના દિવસમાં પક્ષીઓ માટેની ઈમરજન્સી સેવામાં 150 ટકા કોલનો વધારો થઈ જતો હોય છે. અંદાજે એનિમલ હેલ્પલાઇન પર 800થી 1000 કોલ આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code