CDS રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે થયુ હતું ક્રેશ? તપાસ પંચે રિપોર્ટમાં દર્શાવ્યું આ કારણ
- કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું CDS રાવતનું હેલિકોપ્ટર
- તપાસ પંચે રિપોર્ટમાં જણાવ્યું તેમનું કારણ
- વાતાવરણમાં આવેલા અણધાર્યા પલટાને કારણે હેલિકોપ્ટર થયું ક્રેશ
નવી દિલ્હી: ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 13 લોકોનાં મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ દુર્ઘટના અંગે ટ્રાઇ સર્વિસિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીએ પોતાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાનું એ કારણ સામે આવ્યું હતું કે એ દિવસે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે વાદળમાં પ્રવેશ કરવાથી આવું બન્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, દુર્ઘટના અંગેના તપાસ અહેવાલ આવ્યા છે. આ તપાસ અહેવાલમાં પેનલે જણાવ્યું છે કે, હવામાન પરિસ્થિતિઓમાં અણધાર્યા ફેરફારને કારણે વાદળોમાં પ્રવેશવાના કારણે આ અકસ્માત થયો હતો. આનાથી પાયલટને અવકાશી દિશાહિનતા પરિણમી હતી. સેબોટેજ કે બેદરકારીને અકસ્માતનું કારણ નકારી કાઢવામાં આવ્યું છે.
તપાસ પંચે દુર્ઘટનાનું સંભવિત કારણ જાણવા માટે ઉપલબ્ધ તમામ સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કર્યું હતું. કોર્ટ ઓફ ઈન્કવાયરીએ દુર્ઘટનાના કારણ તરીકે યાંત્રિક નિષ્ફળતા, સેબોટેજ કે બેદરકારી રહી હોવાની વાતને નકારી ગાઢી હતી.
રિપોર્ટ પ્રમાણે દુર્ઘટનામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે હેલિકોપ્ટર વાદળમાં પ્રવેશી ગયું હતું. તેના કારણે પાયલટ પોતાના નિશ્ચિત રસ્તાથી ભટકી ગયો હતો. નોંધનીય છે કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં જનરલ રાવત અને તેમના પત્ની તથા અન્ય 12 લોકો સામેલ હતા. જેમાં ચાર ક્રુ પણ હતા. આ હેલિકોપ્ટર તામિલનાડુના સુલુર એર બેઝ પરથી ઉડ્યું હતું અને વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ જવાનું હતું.
જોકે, હેલિકોપ્ટર તેના ગંતવ્ય સ્થાનથી 10 કિમી દૂર પર્વતીય વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું અને ત્યારે હવામાન પણ વાદળછાયું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોના મોત થયા હતા.