હવે ફેસબૂકની જેમ વોટ્સએપ પર તમે મેસેજ પર રિએક્ટ કરી શકશો, આવશે આ દમદાર ફીચર
- હવે વોટ્સએપ પર આપશે જબરદસ્ત ફીચર
- ફેસબૂકની જેમ મેસેજ પર આપી શકાશે રિએક્શન
- છ અલગ પ્રકારના રિએક્શન આપી શકાશે
નવી દિલ્હી: ફેસબૂકમાં જેમ સ્ટેટસ પર રિએક્શન આપી શકાય છે તેમ જ હવે વોટ્સએપ પર પણ રિએક્શન આપી શકાશે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ નવા ફીચર મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે. કંપની આ મેસેજ રિએક્શન ફીચરને iOS યૂઝર્સ માટે લાવવા પર કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર કંપની લાંબા સમયથી આ મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે. જેનાથી યૂઝર્સ મેસેજ પર રિએક્શન આપી શકશે.
WABetaInfo અનુસાર વોટ્સએપ બીટાના iOS વર્ઝન 22.2.72ના મેસેજ રિએક્શનને નવા સેટિંગમાં રજૂ કરવામાં આવશે. જેથી મેસેજ રિએક્શનના નોટિફિકેશનને મેનેજ કરી શકાય.
હવે વોટ્સએપ તેના તમામ iOS બીટા ટેસ્ટર્સ માટે આ રોલઆઉટ કરી રહ્યું છે. આ સાથે તમે મેસેજ તેમજ ગ્રૂપ ચેટ્સ માટે મેસેજ નોટિફિકેશન એનેબલ અથવા ડિસેબલ કરી શકશો, તેમજ યૂઝર્સ તે પસંદ કરી શકશે કે તેઓ રિએક્શન નોટિફિકેશન ઇચ્છે છે કે નહીં. WABetaInfoના રિપોર્ટ અનુસાર વોટ્સએપ આ ફીચરને બહુ જલ્દી જ રજૂ કરશે.
વોટ્સએપ પર યૂઝર્સ મેસેજ પર છ રિએક્શન આપી શકશે. જેમાં લાઇક, લવ, હસવું, આશ્ચર્ય, દુ:ખી તેમજ આભાર સામેલ હશે.
જો કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે વોટ્સએપ રિએક્શનમાં વધુ ઈમોજી આપશે કે નહીં. યુઝર્સ બે અલગ-અલગ ટેબમાં મેસેજની તમામ રિએક્શન જોઈ શકશે. હાલમાં એ જાણી શકાયું નથી કે આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે આપવામાં આવશે કે નહીં.