તમિલનાડુમાં 31 જાન્યુઆરી સુઘી પ્રતિબંધો લંબાવાયા – વિકેન્ડ કર્ફ્યૂ પણ યથાવત
- તમિલનાડુમાં પ્રતિબંધો લંબાવાયા
- વિકેન્ડ કર્ફ્યૂ પણ લાગૂ રહેશે
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે જેને લઈને ઘણા રાજ્યોને લગાવેલી પાબંધિઓ લંબાવી દીદી છે, જેમાં કોરોનાના વધતા કેસ વચ્ચે તમિલનાડુની સરકારે પણ કોરોના પાબંધિઓમાં 31 જાન્યુઆરી સુધીનો વધારો કર્યો છે.
તમિલનાડુમાં આજે સતત બીજા રવિવારે પણ સંપૂર્ણ લોકડાઉન લગાવાયૂ છે. આ પ્રથમ વખત આ રાજ્યમાં 9 જાન્યુઆરી, રવિવારના રોજ પણ સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રથમ વખત ત્રીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા વીકએન્ડ લોકડાઉન સાથે આ વર્ષનું આ પહેલું લોકડાઉન હશે.
કોરોનાની જંગમાં તમિલનાડુ સરકારે પહેલાથી જ નાઇટ કર્ફ્યુ જાહેર કરી દીધો હતો. રવિવારે ઘણા નિયંત્રણો સાથે સંપૂર્ણ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને હવે 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.રવિવારે, સંપૂર્ણ લોકડાઉન હેઠળ તબીબી, કરિયાણા વગેરે જેવી આવશ્યક સેવાઓ જ ખુલ્લી રાખવામાં આવી છે. આ સિવાય તમામ દુકાનો અને સેવાઓ સ્થગિત રહેશે.
આ સાથે જ રાજ્યમાં પોલીસ વિભાગ અનેક ટીમો બનાવી તેનું મોનિટરિંગ કરશે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. માસ્ક ન પહેરવા પર દંડ થશે. રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે માત્ર હોમ ડિલિવરી ચાલુ રાખવામાં આવી.આ સાથે જ પ્રતિબંઘોમાં મોલ, જીમ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે. વીકએન્ડ લોકડાઉન સાથે નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે, આ સમયગાળા દરમિયાન નાઇટ કર્ફ્યુના નિયમો પણ લાગુ રહેશે.