આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં તેજી – વિમાનના ઈંઘણની કિંમતોમાં 4.2 ટકાનો વધારો
- આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં તેજી
- વિમાનનું ઈંઘણા 4.2 ટકા મોંધુ
દિલ્હીઃ- વિતેલા દિવસને રવિવારના રોજ એરક્રાફ્ટની કિંમતમાં 4.2 ટકાનો વધારો નોઁધાયો છે. જે આ મહિનમાં બીજી વખત ભઆવ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં બાઉન્સને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે,રાહતની વાત એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 72 મા દિવસમાં કોઈ પણ વદારવાનો ફેરફાર જોવા મળ્યો નથી. દિલ્હીમાં એટીએફ 3,232.87 પ્રતિ કિલોલિટર વધ્યું છે. અહીં એટીએફ પ્રતિ કિલોલિટર રૂ. 79,294.91 મળશે.સત્તાવાર ઇંધણ કંપનીઓએ આ વિશે સૂચના જારી કરી છે. 1લી જાન્યુઆરીના રોજ, ભાવ 2039.63 પ્રતિ કિલોલિટરનો વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ, ડિસેમ્બરમાં એટીએફના ભાવમાં બે વાર કાપવામાં આવ્યા હતા.નવેમ્બરમાં, એટીએફની કિંમત દીઠ 80835.04 પ્રતિ કિલોલિટર સુધી પહોંચી હતી અને ડિસેમ્બરમાં બે વખત, 6812.25 રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની અસર વિમાનયાત્રીઓ પર ઘણી પડી છે,દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે, કોરોના મહામારીની ત્રીજી તરંગ દરમિયાન રદ કરવામાં આવતી એર ટિકિટોમાંથી એક તૃતીયાંશથી ઓછી રકમ રિફંડ મળી હતી. ઑનલાઇન સર્વેક્ષણમાં, એવું કહેવામાં આવ્યું છે કે 34 ટકા લોકોએ તેમની હોટેલ બુકિંગ રદ જેમાં 34 ટકા લોકો રિફંડ મેળવવા માટે સફળ રહ્યા છે. આ સર્વેક્ષણમાં, આ સર્વેક્ષણમાં 332 જિલ્લાઓના 20,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.