બાળકોના રિયાલીટી શો માં પીએમ મોદી પર ટિપ્પણી કરવા બદલ ‘ZEE’ ને નોટીસ ફટકારાઈ
- પીએમ મોદીની મજાક કરવા બદલ જી એન્ટરટેઈન્ટમેન્ટને નોટીસ
- માહિતી પ્રસાર મંત્રાલયે નોટીસ ફટકારી
દિલ્હીઃ- પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે, ત્યારે ટેલિવિઝન પણ ઘણી વખત શોમાં પીએમ મોદીને લઈને મજાક કરવાની ઘટના બનતી હોય છે જો કે જી એન્ટરટેઈન્ટમેન્ટને આમ કરવું ભારે પડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે જી એન્ટરટેઈન્ટમેન્ટ લિમિટેડને નોટિસ મોકલી છે. નોટિસમાં 15 જાન્યુઆરીએ રિયાલિટી શોના ટેલિકાસ્ટ માટે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ શોમાં બે બાળકોએ કથિત રીતે નોટબંધી પર વ્યંગ કર્યો હતો. આ સાથે આ બાળકો કથિત રીતે પીએમ મોદી અને તેમના ડ્રેસની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.
તમિલનાડુમાં ભાજપની આઈટી અને સોશિયલ મીડિયા વિંગના પ્રમુખ સીટીઆર નિર્મલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આ કાર્યવાહી કરતા મંત્રાલયે મીડિયા હાઉસને આ મામલે સાત દિવસમાં જવાબ આપવા કહ્યું છે. શોની સામગ્રી હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી હતી.
શોમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બે સ્પર્ધકોએ પીએમ પર કથિત વ્યંગ્ય માટે તમિલ ફિલ્મ ‘ઈમ્સાઈ અરાસન 23 એમ પુલિકેસી’ ની થીમ અપનાવી હતી. નિર્મલ કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે કાર્યક્રમ દરમિયાન બાળકો જાણીજોઈને પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા હતા