ઉત્તરપ્રદેશમાં ફરી બ્લેક ફંગસે આપી દસ્તક – કાનપુરની હોસ્પિટલમાં પ્રથમ કેસ સામે આવ્યો
- યુપીમાં બ્લેક ફંગસની એન્ટ્રી
- કાનપુરની હોસ્પિટલમાં પ્રથમ કેસ આવ્યો
લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યો છે કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે ત્યારે આ સ્થિતુ હવે કોરોનાની બીજી લહેરની યાદ કરાવી રહી છે તેનું કારણ એ છે કે ઉત્તરપ્રદેશમાં બ્લેક ફંગસનો આ લહેરનો પ્રથન કેસ નોંધાયો છે.
કોરોના સંક્રમિત બ્લેક ફૂગનો પ્રથમ દર્દીને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની એક આંખ અને નાકમાં ચેપ ફેલાઈ ગયો છે. કોરોનાના ત્રીજી તરંગમાં સંક્રમણ સાથે બ્લેક ફંગસનો આ પ્રથમ દર્દી છે. સમગ્ર વર્ષ દરમિયાન બ્લેક ફંગસના માત્ર થોડા જ દર્દીઓ હોસ્પિટલમાં આવે છે. હાલમાં છ કોરોના સંક્રમિત દર્દીઓ હેલટમાં અને બે કાંશીરામમાં દાખલ થયેલા જોવા મળે છે.
કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય કલાએ આ મામલે જણાવ્યું કે 45 વર્ષીય દર્દી કેન્ટ વિસ્તારનો રહેવાસી છે. તેને ડાયાબિટીસ પણ છે. દર્દીને આંખમાં દુખાવો થાય છે. તપાસમાં આ કોરોના સંક્રમિત જણાયો છે. એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસના કારણે તેને વહેલા બ્લેક ફંગસ થઈ છે. દર્દીને બ્લેક ફંગસ વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. હાલાતમાં હાલ કોઈ પણ કોરોના સંક્રમિત દર્દી વેન્ટિલેટર પર નથી.
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં કોરોના સંક્રમણનો ફેલાવો એક પછી એક વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. જો સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો સાથે તેઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.